શોધખોળ કરો
Advertisement
હાર્દિક-કૃણાલ પંડ્યા લક્ઝુરિયસ ઘરમાં કોની સાથે ક્રિકેટ રમી રહ્યા છે? આ વીડિયો પર એક નજર કરો
હાર્દિક-કૃણાલ પંડ્યાએ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં બંને ભાઈ લક્ઝુરિયસ ઘરમાં જ ક્રિકેટ રમતા જોવા મળી રહ્યાં છે
મુંબઈ: કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયમાં કાળો કહેર જોવા મળી રહ્યો છે જેને લઈને ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત કરી છે. જેના કારણે લોકો ઘરમાં પુરાઈ ગયા છે. ત્યારે પંડ્યા બ્રધર્સ હાર્દિક અને કૃણાલ ઘરમાં જ ક્રિકેટ રમીને પોતાનો સમય પસાર કરી રહ્યાં છે. જોકે મહત્વની વાત એ છે કે, હાર્દિક અને કૃણાલ સાથે બીજું કોણ ક્રિકેટ રમી રહ્યું છે.
હાર્દિક-કૃણાલ પંડ્યાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં બંને ભાઈ લક્ઝુરિયસ ઘરમાં જ ક્રિકેટ રમતા જોવા મળી રહ્યાં છે. વીડિયોની સાથે તેમણે લખ્યું હતું કે, તમે બધાં સુરક્ષિત રહો. બહાર ન નીકળો. તમે ઘરે જ મસ્તી કરી શકો છો જેવી રીતે મેં અને મારા ભાઈએ કરી. આવામાં અમે બધાંને એ અપીલ કરીએ છીએ કે, તમે બધાં લોકડાઉનનું પાલન પૂરી રીતે કરો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, કૃણાલ પંડ્યા બેટિંગ કરી રહ્યો છે જ્યારે હાર્દિક પંડ્યા બોલિંગ. ફિલ્ડર તરીકે કૃણાણની વાઈફ પંખુડી શર્મા જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા ઈજા બાદ કમબેક કરવા માટે તૈયાર હતો. તેણે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી પરંતુ કોરોનાને કારણે IPL સ્થગિત કરી દેવામાં આવી એટલે હવે તેને કમબેક માટે રાહ જોવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement