શોધખોળ કરો
‘વિદેશ પ્રવાસમાં કોઈ પણ ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ નથી, માત્ર ભારત પર જ કેમ નિશાન’ , જાણો વિગત
1/5

શાસ્ત્રીએ એમ પણ કહ્યુ કે, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં એક વધારાનો બોલર રમાડવાનો મોકો ગુમાવી દીધો. શાસ્ત્રીએ કહ્યું, અમને એક ખેલાડીની ખોટ વર્તાશે અને તે છે હાર્દિક પંડ્યા. તે બોલિંગ અને બેટિંગમાં ટીમને સંતુલન આપે છે. જેના કારણે અમે વધારાનો બોલર રમાડી શકીએ છીએ. તે ઝડપથી ફિટ થઈ જશે તેવી આશા રાખીએ છીએ. ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરશે તો તેની ખોટ નહીં અનુભવાય.
2/5

સિડનીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી દર વખતે ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવે છે. ભારતીય ટીમ વિદેશમાં ‘ઘર આંગણાના સિંહ, બહાર શિયાળ’ની છાપ ભૂંસવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ કોઈ એક ટીમને નિશાન બનાવવી યોગ્ય નથી.
Published at : 18 Nov 2018 03:58 PM (IST)
View More





















