શોધખોળ કરો
BCCI ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં સામેલ કરી શકે છે નવો સભ્ય, જાણો કોણ હશે તે....
1/4

મુંબઈઃ હાલમાં જ ઇંગ્લેન્ડની વિરૂદ્ધ તેની જમીન પર રમવામાં આવેલ પાંચ ટેસ્ટ મેચની સીરીઝ બાદ ટીમ મેનેજમેન્ટની માગ પર બીસીસીઆઈ ટૂંકમાં જ સ્પિન બોલિંગ કોચની નિમણૂક કરવા જઈ રહી છે. જોકે, હાલમાં ભારતે બાંગ્લાદેશમાં એશિયા કપમાં જીત મેળવી, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય સ્પિનરોએ ખાસ સંઘર્ષ કરવો પડ્યો હતો. ખાસ કરીને વિદેશની જમીન પર. થોડા દિવસ પહેલા જ રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડ પ્રવાસની સમીક્ષાને લઈને સીઓએ (ક્રિકેટ પ્રશાસકીય કમિટી)ની સામે હાજર થયા હતા અને આ મીટિંગમાં તેમણે સીઓએ સામે ટીમ મેનેજમેન્ટ તરફતી ભાર મૂકતા પોતાની વાત રાખી હતી.
2/4

જો સ્પિન બોલિંગ કોચની નિમણુક થશે તો તેનાથી સ્ટાફને મજબુતી મળશે સાથે-સાથે સ્પિન બોલિંગની ક્વોલિટી પણ સુધરશે. હાલ ભારતનો પૂર્વ ટોપ સ્પિનર સુનીલ જોષી બાંગ્લાદેશ ટીમને સ્પિન બોલિંગની ટિપ્સ આપી રહ્યો છે. આવા સમયે ભારતીય ટીમ કોની નિમણુક કરશે તે જોવું રસપ્રદ રહેશે.
Published at : 01 Oct 2018 07:48 AM (IST)
View More





















