શોધખોળ કરો
વર્લ્ડ કપમાં આ ખેલાડીને સ્થાન ન મળતા ICCએ ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું....
વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. જો 2015 વર્લ્ડ કપની વાત કરીએ તો ટીમમાંથી 7 ખેલાડીઓને આગામી વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે.

Bengaluru: India A batsman Ambati Rayudu plays a shot enroute to his unbeaten 62 runs against Australia A during the first match of quadrangular series at Chinnaswamy Stadium, in Bengaluru on Thursday, Aug 23, 2018. (PTI Photo/Shailendra Bhojak) (PTI8_23_2018_000162B)
નવી દિલ્હીઃ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. જો 2015 વર્લ્ડ કપની વાત કરીએ તો ટીમમાંથી 7 ખેલાડીઓને આગામી વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે આ વખતની વર્લ્ડકપ ટીમમાં બે ચોંકાવનારા નિર્ણય સામે આવ્યા છે. રિષભ પંતને ટીમમાં સ્થાન નથી મળ્યું. જ્યારે અંબાતી રાયડૂને પણ ટીમમાંથી સ્થાન આપવામાં નથી આવ્યું. આ બન્નેને ટીમમાંથી બહાર કર્યા બાદ અનેક ક્રિકેટ દિગ્ગજે ટીમની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. ત્યાં સુધી કે ક્રિકેટની સૌથી મોટી સંસ્થા આઈસીસીએ પણ અંબાતી રાયડૂને સ્થાન ન મળતા સવાલ ઉભા કર્યા છે
આઈસીસીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતના વનડે ક્રિકેટમાં સૌધી વધુ બેટિંગ સરેરાશ (ઓછામાં ઓછી 20 ઇનિંગ): 1. વિરાટ કોહીલ – 59.57 2. મહેન્દ્ર સિંહ ધોની – 50.37 3. રોહિત શર્મા – 47.39 4. અંબાતી રાયડૂ – 47.05 5. સચિન તેંડુલકર- 44.83 રાયડૂને ભારતની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. શું તમને લાગે છે કે તેને ટીમમાંથી બહાર કરવો જોઈતો હતો? વિતેલા ઘણાં દિવસથી આ ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમમાં નંબર ચારનો બેટ્સમેન ગણવામાં આવતો હતો. આ ખેલાડીએ વિતેલા કેટલાક મેચમાં શાનદાર પ્રદર્શન પણ કર્યું હતું. પરંતુ આ ખેલાડીને તક ન મળી. વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની રોહિત શર્મા બાદ સૌથી વધારે 20 ઇનિંગમાં આ ખેલાડીની સેરરાશ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સચિન કરતાં તેની સરેરાશ વધારે છે.Highest batting averages for India in ODI cricket (min. 20 innings):
1. @imVkohli – 59.57 2. @msdhoni – 50.37 3. @ImRo45 – 47.39 4. @RayuduAmbati – 47.05 5. @sachin_rt – 44.83 Rayudu was excluded from India's @cricketworldcup squad. Do you think he should have made the cut? pic.twitter.com/8Eu0ztKTH1 — ICC (@ICC) April 15, 2019
વધુ વાંચો





















