42 નિયમઃ આ બુકમાં પ્લેયર્સ, સબસ્ટિટ્યૂટ્સ, અમ્પાયર, બોલ, બોટ, પિચ, વિકેટ્સ, ફોલો ઓન, ઇન્ટરવલ્સ, ફિલ્ડ પર પ્રેક્ટિસ, બાઉન્ડરીસ, સ્કોરિન્સ રન્સ, લોસ્ટ બોલ, ડેડ બોલ, અપીલ્સ, ટાઈમ આઉટ, હિટ વિકેટ, ફીલ્ડર, વિકેટ કિપર, ફેર એન્ડ અનફેર વગેરેના નિયમો દર્શાવવામાં આવ્યા છે.
2/3
કુલ 120 પાનાની છે Laws of Cricket: ક્રિકેટના કાયદા (Laws of Cricket)ની બુક કુલ 120 પાનાની છે. જેમાં કુલ મળીને ક્રિકેટ અંગેના 42 કાયદા દર્શાવામાં આવ્યા છે. આ બુકમાં 42 કાદાની શરૂઆત થાય પહેલા સ્પિરિટ ઓફ ક્રિકેટ અંગે જણાવવામાં આવ્યું છે જેમાં કેપ્ટનની જવાબદારી, ફેર અને અનફેર પ્લે, અમ્પાયરની ક્યા કિસ્સામાં દખલગીરી કરી શકે, હિંસા, પ્લેયર વગેરે વિશે જાણકારી આપવામાં આવી છે.
3/3
અમદાવાદઃ ભારતમાં સ્પોર્ટ્સનું બીજું નામ જ ક્રિકેટ છે. ભારતમાં ક્રિકેટનો એ હદે 'ક્રેઝ' અને 'હાઈપ' છે કે ક્રિકેટરો ભગવાનની જેમ પૂજાય છે અને ક્રિકેટની રમતને ધર્મ મનાય છે. પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ રમત માટેના કાયદા જે ક્રિકેટના કાયદા (Laws of Cricket)તરીકે ઓળખાય છે. જેને લંડન સ્થિત મેરિલેબોન ક્રિકેટ કલબ (Marylebone Cricket Club)(એમસીસી) દ્વારા મેન્ટેન કરાય છે.આ સંસ્થા તે માટે વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ અને આઈસીસી સાથે મસલત કરે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ચાલી આવતા જૂના નિયમોમાં વર્ષ 2000માં ધરખમમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને વર્ષ 2013માં નવા એમેન્ડમેન્ડ સાથે આ બુક પ્રકાશિત કરવામાં આવી છે. આ રમતનું સંચાલન દુબઈ સ્થિત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (International Cricket Council)(આઈસીસી)દ્વારા થાય છે. આ સંસ્થા સભ્યદેશોની ઘરેલું ક્રિકેટ બોર્ડ સાથે મળીને ક્રિકેટનું વિશ્વભરમાં આયોજન કરે છે. આઈસીસી પુરૂષો અને મહિલા ક્રિકેટ (women's cricket)નું સંચાલન કરે છે. બન્ને પ્રકાર આંતરરાષ્ટ્રીય સ્તરે રમવામાં આવે છે. જો કે, પુરૂષોમહિલા ક્રિકેટ (women's cricket) રમી શકતા નથી, જ્યારે મહિલાઓને પૂરૂષોની મેચમાં રમતા ગેરલાયક ઠેરવતો કાયદો નથી.