Tokyo Olympics: બોક્સિંગમાં વધુ એક ઝટકો,, સતીશ કુમારના અભિયાનનો અંત
Tokyo Olympics Update: ટોક્યો ઓલિમ્પિકનો આજે 10મો દિવસ છે. બોક્સિંગમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે
Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 10મો દિવસ છે. બોક્સિંગમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સતીશ કુમાર ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં હારીને મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. . સતીશ કુમાર (91 કિલોગ્રામ ભાર વર્ગ) ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હારી ગયા છે. ઉઝબેકિસ્તાનના ભખોદિર જાલોલોવના હાથે 0-5થી હાર થઈ હતી.
પ્રથમ રાઉન્ડમાં જ સતીશની હાર
સતીશ કુમાર પ્રથમ રાઉન્ડ હાર્યો હતો. પાંચ જજોએ ઉઝબેકિસ્તાનના બખોદિરને 10 અને સતીશને 9 પોઈન્ટ આપ્યા હતા. આ રાઉન્ડમાં તે આક્રમક રમ્યો હતો. ઉઝબેકિસ્તાનનો બોક્સર વર્લ્ડ ચેમ્પિયન છે. બીજા રાઉન્ડમાં પણ તે 5-0થી હાર્યો હતો. જજોએ આ વખતે પણ ઉઝબેકિસ્તાનના બોક્સરને 10 પોઇન્ટ આપ્યા હતા
#TokyoOlympics | Boxer Satish Kumar loses to Uzbekistan's Bakhodir Jalolov in men’s Super Heavy (+91kg) quarterfinals pic.twitter.com/aVbr2oJMTh
— ANI (@ANI) August 1, 2021
શનિવાર સાંજ સુધી સતીશના રમવા પર હતું સસ્પેન્સ
મુકાબલા પહેલા સતીશ કુમારને સાત ટાંકા આવ્યા હતા. જમૈકાના રિકાર્ડો બ્રાઉન સામે પ્રી-ક્વાર્ટર મેચમાં જમણી આંખ પર ઈજા થઈ હતી. જેને લઈ શનિવાર સાંજ સુધી તેના રમવા પર સસ્પેન્સ હતું. પરંતુ બાદમાં મેડિકલ ક્લીયરન્સ મળી જતાં આજના મુકાબલામાં રિંગમાં ઉતર્યો હતો.
બ્રોન્ઝ મેડલ માટે રમશે સિંધુ
વર્લ્ડ નંબર વન તાઈ જુ યિંગ સામે સેમીફાઈનલમાં હાર છતા હજુ પણ પીવી સિંધુ પાસેથી મેડલની આશા છે. બ્રોન્ઝ મેડલના મુકાબલામાં રવિવારે સિંધુ સાંજે 5 વાગ્યે ચીનની ખેલાડી સામે રમશે. આશા છે કે સિંધુ બ્રોન્ઝ મેડલ સાથે ઓલિમ્પિકની સફર પૂરી કરશે. સેમીફાઈનલમાં સિંધુની હાર બાદ ભારતનો ગોલ્ડ મેડલ મેળવવાનું સપનુ તૂટુ ગયું છે.
હોકીની ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે
ભારતીય પુરુષ હોકી ટીમ ગ્રુપ લીગમાં 4 જીત નોંધાવ્યા બાદ રવિવારે ક્વાર્ટર ફાઈનલ મુકાબલો રમવા ઉતરશે. ભારતીય ટીમની સામે ગ્રેટ બ્રિટેનની ટીમ હશે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આશા છે કે આ વખતે હોકી ટીમ દેશ માટે મેડલ જીતીને લાવશે.