(Source: ECI/ABP News/ABP Majha)
Tokyo Olympics: ભારતીય બોક્સર લવલીના બોરગોહેને ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલીફાય, મેડલથી એક કદમ દૂર
Tokyo Olympics 2020 Update: લવલિના સેમીફાઈનલમાં પહોંચશો તો તેનો બ્રોન્ઝ મેડલ પાક્કો છે. ક્વાર્ટર ફાઈનલની મેચ 30 જુલાઈ રમાશે,
Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે પાંચમો દિવસ છે. મંગળવારે ભારતની મંગળ શરૂઆત થઈ હતી. હોકીના મુકાબલામાં ભારતે સ્પેનને 3-0થી હાર આપી હતી. ભારતે આજની મેચમાં જોરદાર પ્રદર્શન કરીને સ્પેનને હરાવ્યું હતું. જે બાદ અમુક રમતમાં નિષ્ફળતા બાદ ભારતીય એથલિટને વધુ એક સફળતા મળી છે.
ભારતીય મહિલા બોક્સર લવલિના બોગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં 69 કિલોગ્રામ ભારવર્ગની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવું લીધું છે. આ મેચમાં તેણે જર્મનીની એપેટેઝ નેદિનને 3-2થી હાર આપી છે. જો લવલિના સેમીફાઈનલમાં પહોંચશો તો તેનો બ્રોન્ઝ મેડલ પાક્કો છે. ક્વાર્ટર ફાઈનલની મેચ 30 જુલાઈ રમાશે.
મેડલ ટેલીમાં ભારત કેટલામાં ક્રમે
અમેરિકા 8 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ચીન 7 ગોલ્ડ, 4 સિલ્વર, 7 બ્રોન્ઝ મળી કુલ 18 મેડલ સાથે બીજા ક્રમે છે. ભારત એક સિલ્વર મેડલ સાથે 39મા ક્રમે છે.
#TokyoOlympics: Indian boxer Lovlina Borgohain beats Nadine Apetz of Germany in women's Welterweight (64-69kg) Round of 16 to qualify for quarterfinals pic.twitter.com/fuFkThwr36
— ANI (@ANI) July 27, 2021
હોકીમાં શાનદાર રમત
હોકીના મુકાબલામાં ભારતે સ્પેનને 3-0થી હાર આપી હતી. ભારતે આજની મેચમાં જોરદાર પ્રદર્શન કરીને સ્પેનને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના આક્રમણ અને મજબૂત ગોલ ડિફેન્સ સામે હરીફ ટીમ ખાસ દેખાવ કરી શકી નહોતી. ભારતની જીતમાં રૂપિંદર પાલ, સિમરનજીતે મહત્વૂપ્ણ ભૂમિકા નીભાવી હતી, રૂપિંદરપાલે બે અને સિમરનજીતે એક ગોલ કર્યો હતો. આ પહેલા ભારતની બીજી હોકી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 7-1થી ભૂંડી હાર થઈ હતી. પ્રથમ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝિલેન્ડને 3-2થી હાર આપી હતી.
ઓસ્ટ્રેલિયા સામે રંગમાં ન જોવા મળેલી ટીમ આજે અલગ અંદાજમાં રમી હતી. આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ગોલ કર્યા હતા. સફળ પેનલ્ટી સ્ટ્રોક લગાવ્યા અને પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કર્યા હતા. ભારત તરફથી પ્રથમ ક્વાર્ટરની 14મી મિનિટમાં સિમરનજીત સિહે ગોલ કર્યો હતો. જે બાદ ભારતને એક પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી નહોતી. જ્યારે ચોથા ક્વાર્ટરમાં ભારત તરફથી રૂપિંદર પાલ સિંહે 51મી મિનિટમાં ગોલ કરીને ભારતને 3-0ની લીડ અપાવી હચી. જે બાદ ભારતે સ્પેનને 3-0થી હાર આપી હતી.