શોધખોળ કરો
Advertisement
U19 World Cup: ભારતે ઓસ્ટ્રેલિયાને 74 રનથી હરાવ્યું, નવમી વખત પહોંચ્યું સેમીફાઈનલમાં
આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 9મી વખત સેમીફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ભારતની સેમીફાઇનલની મેચ 4 ફેબ્રુઆરીએ રમાશે.
નવી દિલ્હી: ભારતે અંડર-19 વર્લ્ડકપની ક્વાર્ટરફાઇનલમાં અર્થવ અનકોલેકર અને કાર્તિક ત્યાગીના શાનદાર પ્રદર્શનના દમ પર સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્વાર્ટર ફાઈનલમાં મંગળવારે ઓસ્ટ્રેલિયાને 74 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 9મી વખત સેમીફાઇનલમાં પહોંચવી છે.
ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 233 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 4.3 ઓવરમાં 159 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારત તરફથી અર્થવએ અણનમ 55 રનની ઈનિંગ રમી હતી જ્યારે કાર્તિક ત્યાગીએ ચાર મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે 8 ઓવરમાં માત્ર 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે આકાશ સિંહે 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર સેમ ફેનિંગે સૌથી વધુ 75 રન બનાવ્યા હતા.Our first 2020 #U19CWC Super League semi-finalists ????#INDvAUS | #FutureStars pic.twitter.com/ubQSaVX3Vu
— Cricket World Cup (@cricketworldcup) January 28, 2020
સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન સામે થઇ શકે છે. આ બન્ને ટીમ વચ્ચે બીજી ક્વાર્ટરફાઇનલ 31 જાન્યુઆરીએ રમાશે. ભારતની સેમીફાઇનલની મેચ 4 ફેબ્રુઆરીએ રમાશે.The Semifinal Awaits For #TeamIndia! ????????
Kartik Tyagi scalps four wickets while Yashasvi Jaiswal and Atharva Ankolekar score fifties as India U19 reach the final four of #U19CWC. #INDvAUS Report ???? ???? https://t.co/N7vrhvYDmF pic.twitter.com/3swzNM4kFE — BCCI (@BCCI) January 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement