શોધખોળ કરો
હૈદરાબાદ ટેસ્ટમાં 10 વિકેટ લેનારા ઉમેશ યાદવને BCCIએ આપી મોટી ગિફ્ટ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17081448/umesh.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![ભારત અને વિન્ડિઝ વચ્ચેની સિરિઝનો પ્રારંભ 21 ઓક્ટોબરથી થવા જઈ રહ્યો છે. પસંદગીકારોએ આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાર્દૂલને રમાડવાની વ્યુહરચનાને કારણે તેને વિન્ડિઝ સામેની શરૂઆતની બે વન ડે માટેની ટીમમાંથી મુક્ત કરી દીધો હતો. આ ઉપરાંત ઉમેશ યાદવ વનડેમાં કેટલો અસરકારક સાબિત થાય છે તે ચકાસવા પણ તેને તક આપી હોવાનું કહેવામાં આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17081530/umesh3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત અને વિન્ડિઝ વચ્ચેની સિરિઝનો પ્રારંભ 21 ઓક્ટોબરથી થવા જઈ રહ્યો છે. પસંદગીકારોએ આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાર્દૂલને રમાડવાની વ્યુહરચનાને કારણે તેને વિન્ડિઝ સામેની શરૂઆતની બે વન ડે માટેની ટીમમાંથી મુક્ત કરી દીધો હતો. આ ઉપરાંત ઉમેશ યાદવ વનડેમાં કેટલો અસરકારક સાબિત થાય છે તે ચકાસવા પણ તેને તક આપી હોવાનું કહેવામાં આવે છે.
2/5
![શાર્દૂલને ફિટનેસ માટે પુરતો સમય આપવાના ઈરાદા સાથે પસંદગીકારોએ ઉમેશ યાદવને વિન્ડિઝ સામેની ઘરઆંગણાની બે વન ડેમાં તક આપવાનો નિર્ણય લીધો હતો. ઉમેશ છેલ્લે 14મી જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામેની લોર્ડ્ઝ ખાતેની વન ડેમાં રમ્યો હતો. ઉમેશ 73 વનડેમાં 71 વન ડે ઝડપી ચુક્યો છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 31 રનમાં 4 વિકેટ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17081526/umesh2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાર્દૂલને ફિટનેસ માટે પુરતો સમય આપવાના ઈરાદા સાથે પસંદગીકારોએ ઉમેશ યાદવને વિન્ડિઝ સામેની ઘરઆંગણાની બે વન ડેમાં તક આપવાનો નિર્ણય લીધો હતો. ઉમેશ છેલ્લે 14મી જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામેની લોર્ડ્ઝ ખાતેની વન ડેમાં રમ્યો હતો. ઉમેશ 73 વનડેમાં 71 વન ડે ઝડપી ચુક્યો છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 31 રનમાં 4 વિકેટ છે.
3/5
![નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પ્રથમ ઈનિંગમાં 6 અને બીજી ઈનિંગમાં 4 એમ કુલ 10 વિકેટ ઝડપી હતી. આ સાથે તે કપિલ દેવ અને જવાગલ શ્રીનાથ બાદ ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં 10 વિકેટ ઝડપનારો ભારતનો ત્રીજો ફાસ્ટ બોલર બન્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17081522/umesh1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પ્રથમ ઈનિંગમાં 6 અને બીજી ઈનિંગમાં 4 એમ કુલ 10 વિકેટ ઝડપી હતી. આ સાથે તે કપિલ દેવ અને જવાગલ શ્રીનાથ બાદ ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં 10 વિકેટ ઝડપનારો ભારતનો ત્રીજો ફાસ્ટ બોલર બન્યો હતો.
4/5
![બીજી બાજુ શાર્દૂલ ઠાકુરને હૈદરાબાદમાં ટેસ્ટ કેપ મળી હતી અને કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ તે માત્ર 10 બોલ નાંખીને ઈજાગ્રસ્ત બની ગયો હતો. તે હજુ ફિટ થઈ શક્યો નથી અને પસંદગીકારોએ તેના સ્થાને ઉમેશ યાદવને વન ડે ટીમમાં સ્થાન આપ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17081517/shardul1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજી બાજુ શાર્દૂલ ઠાકુરને હૈદરાબાદમાં ટેસ્ટ કેપ મળી હતી અને કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ તે માત્ર 10 બોલ નાંખીને ઈજાગ્રસ્ત બની ગયો હતો. તે હજુ ફિટ થઈ શક્યો નથી અને પસંદગીકારોએ તેના સ્થાને ઉમેશ યાદવને વન ડે ટીમમાં સ્થાન આપ્યું છે.
5/5
![27 વર્ષનો શાર્દૂલ ઠાકુર વર્ષ 2017માં શ્રીલંકા સામે કારકિર્દીની સૌપ્રથમ વન ડે મેચ રમ્યો હતો. જોકે હૈદરાબાદ ટેસ્ટમાં થયેલી સ્નાયુ ખેંચાવાની ઈજામાંથી તે હજુ બહાર આવી શક્યો નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17081512/shardul.jpg?impolicy=abp_cdn&imwidth=720)
27 વર્ષનો શાર્દૂલ ઠાકુર વર્ષ 2017માં શ્રીલંકા સામે કારકિર્દીની સૌપ્રથમ વન ડે મેચ રમ્યો હતો. જોકે હૈદરાબાદ ટેસ્ટમાં થયેલી સ્નાયુ ખેંચાવાની ઈજામાંથી તે હજુ બહાર આવી શક્યો નથી.
Published at : 17 Oct 2018 08:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)