શોધખોળ કરો
Advertisement
સ્પોર્ટ્સ ઓથોરિટીનો ખુલાસોઃ રિયો ઓલિમ્પિકમાં કેટલાક અનફિટ ખેલાડી મોકલવામાં આવ્યા હતા
નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)એ રિયોએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય એથલીટ્સ પર આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. ઉપરાંત ટોક્યો 2020 ઓલિમ્પિકમાં સારા પ્રદર્શન માટે ભલામણ પણ કરી છે, જેમાં કોચોના વિસ્તૃત આંકલન પણ સામેલ છે. આ અહેવાલ સ્પોર્ટ્સ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે જે ખુદ પણ પ્રદર્શનની સમીક્ષા કરી રહ્યું છે.
SAIના ડીજી ઇન્જેતી શ્રીનીવાસ દ્વારા તૈયાર અહેવાલમાં કહેવામાં આવ્યુંછે કે, કેટલાક ખેલાડીઓમાં શારીરિક ફિટનેસ સાથે જોડાયેલ સમસ્યાહતી જે ચિંતાની વાત છે અને દર્શાવે છે કે યોગ્ય તપાસ કરવામાં ન આવી. ગેમ દરમિયાન સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ ઘૂંટણની ઈજાને કારણે સંપૂર્ણ ફિટ ન હતી અને ભારત પરત ફરીને તેણે સર્જરી કરાવવી પડી.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક ખેલાડીઓ વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ઉતરતી કક્ષાનું પ્રદર્શન કર્યું જે એક વખત ફરી ચિંતાનો વિષય છે. સાથે જ શ્રીનિવાસને શુટિંગ (અભિનવ બિન્દ્રા) અને જિમ્નાસ્ટિક (દીપા કર્મકાર) થોડા અંતરથી મેડલથી ચૂકી ગયા અને બોક્સિંગમાં ડ્રોનો ઉલ્લેખ પણ કર્યો.
તેમણે સાથે જ તમામ રમતમાં ખેલાડીઓની સાથે જોડાયેલ કોચિંગ સ્ટાફની વધારે સમીક્ષાની પણ ભલામણ કરી છે. શ્રીનિવાસે કહ્યું કે, કોચના પ્રદર્શન, ખાસ કરીને વિદેશી કોચાના પ્રદર્શનને ખૂબ જ નજીકથી આકલન કરવાની જરૂર છે. વિદેશી કોચોની નિમણૂંક ખૂબ જ સાવચેતી સાથે થવી જોઈએ અને આ મજબૂત અને વિતેલા ભૂતકાળમાં સફળ રેકોર્ડ દર્શાવ્યો હોય તેના આધારે થવી જોઈએ. આગળ વધવા માટે SAIએ સર્વશ્રેષ્ઠ મેડલ સંભાવનાઓની ઓળક કરવાની રણનીતિ અને તેમાંથી મોટા ભાગનામાં રોકાણ કરવાની ભલામણ કરી.
શ્રીનિવાસે કહ્યું કે, એવી રમતની ઓળખ થવી જોઈએ જ્યાં આપણી ઉપસ્થિતિ ઘણી ઓછી છે અને ઉદ્દેશ ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તેમાં સ્વિમિંગ, ટ્રાયથલન, તલવારબાજી, જૂડો, તાઈક્વાન્ડો વગેરે રમત હોઈ શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું કે, આગળનો વર્ગ એવો હોવો જોઈએ જ્યાં આપણાં પ્રદર્શનમાં સુધારો થઈ રહ્યો હોય. આપણે ટોચના 8 અથવા ટોચના 16 સ્થાનમાં સામેલ થઈએ. અહીં એથલેટ્કિસ મુખ્ય રમત છે.
SAIએ કહ્યું કે, નિષ્માત સહા માટે વધુમાં વદુ છ રમતની પસંદગી થવી જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે, આખરી વર્ગમાં એ રમત હોવી જોઈએ જ્યાં મેડલ પર ધ્યાન હોય. આ ચાર અથવા છથી વધારે રમત ન હોવી જોઈએ. અહીં આપણો પ્રયત્ન મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ પર હોવો જોઈએ, જેનાથી મેડલની અનિશ્ચિતતા ઓછામાં ઓછી હોય. આ રતમમાં આપણે સુનિશ્ચિત કરવાનું રહેશે કે આપણી સુવિધાઓ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બરાબર છે અને ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ ટ્રેનિંગ અને અનુભવ મળે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement