ઉલ્લેખનીય છે કે, સૌરભ નેત્રાવલકર ભારત તરફથી વર્ષ 2010 માં અંડર-19 વિશ્વકપ રમી ચુક્યો છે. જેમાં સર્વાધિક વિકેટ લેનારો બોલર બન્યો હતો. દેશ માટે રમવાની તક નહીં મળતા વિદેશમાં અભ્યાસ માટે ગયો હતો જ્યાં તે US નેશનલ ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યો.
3/7
આ ટીમમાં કુલ પાંચ ભારતીય મૂળ ક્રિકેટર રમી રહ્યા છે. મૂળ ભારતીય સિવાય પાકિસ્તાની મૂળના બે જ્યારે શ્રીલંકાનો એક ક્રિકેટરને સામેલ કરવામાં આવ્યો છે. ટીમમાં જેવિયર માર્શલ જેવા ખેલાડીઓ સામેલ કરવામાં આવ્યા છે જે વેસ્ટઇન્ડિઝ માટે 37 આતંરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી ચુક્યો છે.
4/7
યૂએઈ વિરુદ્ધ અમેરિકાનો આ પ્રવાસ આ વર્ષે એપ્રિલમાં રમાનાર આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. અમેરિકી ટીમનું ધ્યાન યૂએઈ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરી આઈસીસી પાસેથી વનડેનો દરજ્જો પ્રાપ્ત કરવા પર રહેશે.
5/7
યૂએઈ વિરુદ્ધ આ ઐતિહાસિક સીરીઝ માટે અમેરિકાએ પોતાની 14 ખેલાડીઓની ટીમનું એલાન કરી દીધું છે. જેનું નેતૃત્વ સૌરભ નેત્રાવલકર કરશે. આ સિવાય ચાર ભારતીય મૂળ ક્રિકેટરો પણ ટીમમાં સામેલ છે.
6/7
બન્ને ટીમો વચ્ચે બે ટી-20 અને એક વનડે મેચ રમાવાની છે જે અનઓફિશિયલ મુકાબલો હશે. બન્ને ટી20 મુકાબલો આઈસીસી 15 અને 16 માર્ચના રોજ રમાશે.
7/7
નવી દિલ્હી: યૂનાઇટેડ સ્ટેટ અમેરિકાની ક્રિકેટ ટીમ પહેલીવાર આંતરરાષ્ટ્રીય ટી20 સીરીઝ રમવા જઈ રહી છે. અમેરિકાની ટીમ પોતાની પ્રથમ ટી20 સીરીઝ યૂનાઇડેટ આરબ અમીરાત(UAE)સાથે રમશે. જેને લઇને અમેરિકાએ ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ભારત તરફથી અંડર-19 વિશ્વકપ રમી ચુકેલો સૌરભ નેત્રાવલકર ટીમનો કેપ્ટન છે.