વિશ્વનો સૌથી ઝડપી દોડવીર થયો ‘કંગાળ’, ખાતામાંથી ઉપડી ગયા 98 કરોડ રૂપિયા
કેરેબિયન દેશ જમૈકાના ઓલિમ્પિક મેડલ વિજેતા દોડવીર યુસેન બોલ્ટ હવે ‘કંગાળ’ બની ગયો છે
કેરેબિયન દેશ જમૈકાના ઓલિમ્પિક મેડલ વિજેતા દોડવીર યુસેન બોલ્ટ હવે ‘કંગાળ’ બની ગયો છે. તેના આખી જિંદગીની કમાણી એક ઝાટકે ઉપડી ગયા હતા. લંડનથી બેઇજિંગ સુધી રેસ ટ્રેક પર દબદબો ધરાવનારા દોડવીર બોલ્ટ સાથે જે બન્યું તેનાથી સૌ કોઇના હોશ ઉડી ગયા છે. બોલ્ટ આઠ ઓલિમ્પિક ગોલ્ડ જીતી ચૂક્યો છે. વાસ્તવમાં યુસેન બોલ્ટ સાથે $12.7 મિલિયન (લગભગ રૂ. 98 કરોડ)ની છેતરપિંડી કરવામાં આવી છે.
Lawyers for Usain Bolt, one of the world's greatest sprinters, said Wednesday that more than $12.7 million is missing from his account with a private investment firm in Jamaica that authorities are investigating. https://t.co/3HiCZZMtQW
— The Associated Press (@AP) January 18, 2023
ઉસેન બોલ્ટના ઇન્વેસ્ટમેન્ટ ખાતામાંથી 98 કરોડ રૂપિયા ઉડી ગયા હતા. તેનું એકાઉન્ટ SSL (સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ) કંપનીમાં હતું. તે જમૈકન ઇન્વેસ્ટમેન્ટ કંપની છે. એસોસિએટેડ પ્રેસ દ્વારા એક પત્રને ટાંકીને આ મામલાની માહિતી આપવામાં આવી છે.
બોલ્ટના વકીલે આ પત્ર કંપનીને મોકલ્યો છે, જેમાં તેના પૈસા પરત કરવાની માંગ કરવામાં આવી છે. વકીલે પત્રમાં લખ્યું છે કે, 'જો આ સાચું છે, જો કે અમે આશા રાખીએ છીએ કે તે સાચું નથી, અમારા ક્લાયન્ટ સાથે છેતરપિંડી, ચોરી અથવા બંનેનો ગંભીર ગુનો કરવામાં આવ્યો છે.'
બોલ્ટને પહેલીવાર 11 જાન્યુઆરીએ ખબર પડી કે તેનું ફંડ ગુમ થઈ ગયું છે. આ પછી બુધવારે તેમના વકીલે કંપની પાસેથી માંગ કરી છે કે 10 દિવસમાં પૈસા પાછા આપવામાં આવે નહીં તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે.
અન્ય એક રિપોર્ટ અનુસાર, જો આઠ દિવસમાં પૈસા પરત નહીં કરવામાં આવે તો બોલ્ટ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે. બોલ્ટના ખાતામાં 12.8 મિલિયન ડોલર હતા. જે તેમની નિવૃત્તિ અને આજીવન બચતનો એક ભાગ હતો. તેના વકીલે જણાવ્યું કે હવે બોલ્ટ પાસે માત્ર 12,000 ડોલર (લગભગ 10 લાખ રૂપિયા) બચ્યા છે. કંપનીએ આ મામલે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.