ઇંગ્લેન્ડની ધરતી પર કેપ્ટન તરીકે પહેલી ઇનિંગમાં સર્વાધિક રન... 2018 માં વિરાટ કોહલી 149 રન, 1990 માં મો. અઝહરુદ્દીન 121 રન, 1952 માં વિજય હજારે 89 રન, 1971 માં અજીત વાડેકર 85 રન, 1967 માં મંસૂર અલી ખાન પટૌડી 64 રન (લીડ્સ- બીજી ઇનિંગમાં 148 રન) સામેલ છે.
3/6
વિરાટે મોહમ્મદ અઝરુદ્દીનનો 28 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો. જેના નામે કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની પહેલી ઇનિંગમાં સર્વાધિક 121 રન બનાવવાનો રેકોર્ડ હતો. અઝહરે 1990 માં લૉર્ડ્ઝ ટેસ્ટમાં આ શતકીય ઇનિંગ રમી હતી, જોકે ભારતે તે ટેસ્ટ 247 રનોથી ગુમાવી હતી.
4/6
ખાસ વાત છે કે વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ધરતી પર કેપ્ટન તરીકે પોતાની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારી દીધી. 149 રનોની ઇનિંગ રમીને તેને મોટી ઉપલબ્ધી હાસિલ કરી દીધી છે.
5/6
એડબેસ્ટૉન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોકે, કોહલીને મેચમાં ત્રણ જીવનદાન મળ્યા, જેનો ભારતીય કેપ્ટને ભરપુર ફાયદો ઉઠાવ્યો અને ઇંગ્લેન્ડની જમીન પર પોતાનું પહેલું ટેસ્ટ શતક જમાવી દીધું.
6/6
નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીએ સંકટના સમયે ટીમ ઇન્ડિયાને પોતાની શાનદાર સદીની મદદથી નવો જીવ ફૂંક્યો, રનોના ભુખ્યા કોહલીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ બર્મિઘમમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે પોતાના દમ પર ભારતને 274 રનોના સ્કૉર સુધી પહોંચાડ્યું.