શોધખોળ કરો
Advertisement
સચિન તેંડુલકરે કહ્યું- વિરાટ કોહલીએ મારો 100 સેન્ચુરીનો રેકોર્ડ તોડ્યો તો.....
ત્રિનિદાદ વનડેમાં 42મી સેન્ચુરી ફટકારતાં જ કોહલીએ તેંડુલકરનો એક વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો.
નવી દિલ્હીઃ ભારેત વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ બીજી વનડે મેચમાં જીત નોંધાવી હતી. આ પહેલા ભારતે વિન્ડિઝને ટી20 સીરીઝ ભારતે 3-0થી જીતી હતી. બીજી વનડેમાં ભારતની જીત સાથે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. હવે આ મામલે સચિનની પ્રતિક્રિયા સામે આવી છે.
બીજી વનડેમાં વિરાટ કોહલીની સેન્ચુરી બાદ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 67 સેન્ચુરી થઈ છે અને હવે તે ભારતના પૂર્વ ખેલાડી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની 100 સેન્ચુરી તરફ આગળ વધી રહ્યો છે. જે રીતે વિરાટ કોહલી રમી રહ્યો છે તેને જોતા લાગે છે કે તે ટૂંક સમયમાં જ સચિનનો રેકોર્ડ તોડી નાંખશે.
આમ તો સચિન પણ પોતાના 100 સેન્ચુરીનો રેકોર્ડ તૂટવાની રાહ જોઈ રહ્યો છે. સચિન તેંડુલકરે વિરાટની 42મી વનડે સેન્ચુરી બાદ કહ્યું કે, જો કોહલીએ મારી 100 સેન્ચુરીનો રેકોર્ડ તોડ્યો તો હું તેની પાસે જઈને શેમ્પેન શેર કરીશ.
નોંધનીય છે કે, ત્રિનિદાદ વનડેમાં 42મી સેન્ચુરી ફટકારતાં જ કોહલીએ તેંડુલકરનો એક વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો. કોહલીએ વિન્ડીઝની વિરુદ્ધ 8મી સેન્ચુરી ફટકારી. કોહલી શ્રીલંકા, વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 8 કે તેથી સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. વિરાટ પહેલો એવો ખેલાડી છે જેમાં ત્રણ દેશોની વિરુદ્ધ 8 કે તેથી વધુ સેન્ચુરી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. સચિને ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી.
વનેડમાં સૌથી વધારે રન બનાવવાના મામલે કોહીલ 8માં નંબર પર આવી ગયા છે. તેણે ગાંગુલીને પાછળ છોડ્યા છે જેણે 11363 રન બનાવ્યા હતા. કોહલીના નામે 238 મેચમાં 59.71ની સરેરાશથી 11406 રન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement