શોધખોળ કરો
Advertisement
IND vs SL T20I:સૌથી ઝડપી 11 હજાર રન કરનાર કેપ્ટન બન્યો કોહલી
કોહલી રિકી પોન્ટિંગ, ગ્રીમ સ્મિથ, સ્ટીફન ફ્લેમિંગ, એમએસ ધોની અને એલન બોર્ડર પછી આ સિદ્ધિ હાંસલ કરનાર છઠ્ઠો કેપ્ટન બન્યો છે.
પુણે: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝની અંતિમ અને ફાઇનલ ટી20 મેચ પૂણેના મેદાનમાં રમાઈ રહી છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે પુણેમાં શ્રીલંકા સામે ચાલી રહેલ ત્રીજી અને અંતિમ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000 રન પૂરા કર્યા છે. કોહલીને 11 હજાર રન પૂરા કરવા માટે માત્ર એક રનની જરૂર હતી. લસિથ મલિંગાની 13મી ઓવરમાં તેણે 11 હજાર રન પૂરા કર્યા હતા. કોહલીએ તેની 169 મી આંતરરાષ્ટ્રીય મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 6 વિકેટ ગુમાવી 20 ઓવરમાં 201 રન બનાવ્યા છે અને શ્રીલંકાને જીત માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો છે. પુણેમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ શ્રીલંકા સામે 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. કોહલીએ પોતાની ઈનિંગમાં બે ફોર અને એક સિક્સર ફટકારી હતી.
કોહલી રિકી પોન્ટિંગ, ગ્રીમ સ્મિથ, સ્ટીફન ફ્લેમિંગ, એમએસ ધોની અને એલન બોર્ડર પછી આ સિદ્ધિ હાંસલ કરનાર છઠ્ઠો કેપ્ટન બન્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement