કોહલીએ કેપ્ટન તરીકે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સંયુક્ત રીતે સર્વાધિક અડધી સદી નોંધાવનાર અઝહરુદ્દીન અને ગાંગુલીની બરાબરી કરી લીધી છે.
2/4
કેપ્ટન તરીકે કોહલીએ પોતાની 59 મી અડધી સદી ફટકારી હતી. જ્યારે આ બન્ને પૂર્વ કેપ્ટનોએ પણ 59-59 અડધી સદી નોંધાવી છે. આ મામલે મહેન્દ્રસિંહ ધોની સૌથી આગળ છે.
3/4
ધોનીએ ત્રણેય ફોર્મેટમાં 82 અડધી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન છે. ધોનીએ આ કારનામું 332 મેચોની કેપ્ટનશિપ દરમિયાન કર્યું છે. જ્યારે કૉહલી 121 મેચોની કેપ્ટનશિપ કરી ચુક્યો છે અને તે ઘોનીને પાછળ છોડવા માટે 24 અડધી સદીથી દૂર છે.
4/4
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં સારું પ્રદર્શન નથી કરી શક્યા પણ બીજી મેચમાં તેણે શાનદાર વાપસી કરી છે. કોહલીએ પર્થમાં ચાલી રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી 82 રન બનાવી લીધા છે. આ ઇનિંગ સાથે કોહલીએ એક મોટું કારનામું કરી પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન અને સૌરવ ગાંગુલીની બરાબરી કરી લીધી છે.