શોધખોળ કરો
Advertisement
પેરાલંપિકમાં સિલ્વર મેડલ જીતનાર દીપા મલિકે એરલાઈન્સ પર લગાવ્યો ખરાબ વર્તનનો આરોપ
નવી દિલ્લી: પેરાલંપિક રમતોમાં રજત પદક જીતનાર દીપા મલિકે ટાટા સિયા દ્વારા સંચાલિત વિસ્તારાની કર્મીઓ પર તેમની સાથે ખરાબ વર્તન કર્યું હોવાનો આરોપ લગાવ્યા છે.
દીપાએ આરોપ લગાવ્યા પછી તાત્કાલિક એયરલાઈને માફીનામું જાહેર કરી દીધુ હતું. આ ઘટના બુધવારે બની હતી, જ્યારે દીપા વિસ્તારાની મુંબઈ-દિલ્લી ઉડાન યુકે 902થી જઈ રહી હતી. દીપાએ એરલાઈન્સને એ પણ ફરિયાદ કરી હતી કે એરલાઈન્સના કર્મચારી વ્હીલ ચેયર પર જનાર યાત્રીઓ સાથે સારો વ્યવહાર કરતા નથી.
દીપાએ એરલાઈન્સને લેખિતમાં પોતાની ફરિયાદ આપી હતી અને ત્યારબાદ ટ્વિટર મારફતે એરલાઈન્સને કહ્યું કે, તે દિવ્યાંગોનું સમ્માન કરે. પોતાની ટ્વિટમાં તેણે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવર ચંદ્ર ગેહલોતને પણ ટેગ કર્યા હતા. તેના પછી વિસ્તારાએ દીપાની માફી માંગી હતી અને કહ્યું કે તે મામલાની તપાસ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement