શોધખોળ કરો
Advertisement
આ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું, ‘આવતા વર્ષથી IPL પાકિસ્તાનમાં યોજાશે……!’
નવી દિલ્હીઃ પાકિસ્તન ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઉમર અકમલ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડિયેટર તરફથી રમનાર અકમલ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. 28 વર્ષનાં અકમલે મોટી ભૂલ કરી દીધી, જો કે તેને તેની ભૂલનો અહેસાસ થતા ભૂલ સુધારી દીધી હતી. જો કે તેની આ ભૂલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં અકમલ કહે છે કે, “દેખીતી વાત છે કે ક્વેટાની ટીમ કરાચી આવી છે અને અમે અમારા હૉમ ગ્રાઉન્ડમાં રમી રહ્યા છીએ, અને ક્રાઉડ જેટલું સપૉર્ટ કરશે દરેક ટીમને, અમારી ટીમ એટલું સારું પ્રદર્શન કરશે. દરેક ટીમને જો ક્રાઉડ આ રીતે સપોર્ટ કરે છે ઇંશા અલ્લાહ….એ ટાઇમ દૂર નથી કે આગામી IPL….સૉરી PSL અહીં થશે.” સંયુક્ત અરબ અમીરાતમાં 26 મેચ રમાયા બાદ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની મેચો પાકિસ્તાનમાં થશે. પાકિસ્તાનમાં રમાનારી 8 મેચોમાંથી 3 મેચો લાહોરમાં ગોઠવવામાં આવી હતી, જે હવે કરાંચીમાં સ્થળાંતરિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે IPLની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થવા જઇ રહી છે, જે 19 મે સુધી ચાલશે. IPL-12ની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ વચ્ચે રમાશે.Subhan Allah ... pic.twitter.com/kjHzIz4yxO
— Taimoor Zaman (@taimoor_ze) March 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement