શોધખોળ કરો
‘બાબાજી કા ઠુલ્લુ’ પર કેરેબિયન ક્રિકેટ ટીમના ‘હીરો’એ કર્યો ખુલાસો, કહ્યું- ભારતીય ક્રિકેટરે જ શીખાવાડ્યો હતો આ ડાંસ
1/5

વેસ્ટ ઈન્ડિઝની જીતમાં સૌથી મોટો હીરો એશ્લે નર્સ રહ્યો. તેણે પહેલા બેટિંગમાં 22 બોલમાં 40 રનની વિસ્ફોટક ઈનિંગ રમી અને બાદમાં બોલિંગમાં કમાલ દેખાડતાં શિખર ધવન અને રિષભ પંતની વિકેટ લીધી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
2/5

સની સોહલે આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કેટલીક મેચ રમ્યો છે.
3/5

એશ્લે નર્સે કહ્યું કે વિકેટ લીધા બાદ પર હું મેદાન પર કઈંક અલગ કરવા માંગતો હતો. આ સ્થિતિમાં મેં મારા ભારતીય મિત્ર પાસેથી શીખેલો આ ડાન્સ મેદાન પર જ કર્યો. આ ડાન્સ મારા મિત્ર સની સોહલે મને શીખવાડ્યો હતો. તે કેરેબિયન પ્રીમિયર લીગમાં મને મળ્યો હતો.
4/5

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની વન ડે શ્રેણીની ત્રીજી મેચમા કેરેબિયન ટીમે ભારતને 43 રનથી હાર આપીને 1-1થી બરાબરી કરી લીધી છે. કેપ્ટન વિરાટ કોહલીની સદી પણ ભારતને જીતાડી શકી નહોતી.
5/5

ભારતીય ઈનિંગની 17મી ઓવરમાં શિખર ધવનને આઉટ કર્યા બાદ તેણે અલગ જ અંદાજમાં જશ્ન મનાવ્યો હતો. તેનો આ અંદાજ દર્શકોમાં ઘણો લોકપ્રિય રહ્યો છે. કેટલાક લોકોએ તેના અંદાજને કપિલ શર્માના સ્પેશલ ‘બાબાજી કા ઠુલ્લુ’ સાથે ઓળખાવી રહ્યા છે.
Published at : 28 Oct 2018 05:17 PM (IST)
View More





















