શોધખોળ કરો
વર્લ્ડ કપ પહેલાં વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ફટકો, આ સ્ટાર ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી ચોંકાવી દીધા, જાણો વિગત
1/5

બ્રાવોએ તેની રિટાયરમેન્ટ નોંધમાં કહ્યું, આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી રહ્યો છું. 14 વર્ષ સુધી દેશ તરફથી રમવું ગૌરવભર્યું રહ્યું. આજથી 14 વર્ષ પહેલા પ્રથમ વખત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ સામે મરુન કેપ પહેરી હોવાનું મને યાદ છે. તે સમયે જે ઉત્સાહ અને ઝનૂન હતું તે સમગ્ર કરિયર દરમિયાન જાળવી રાખ્યું.
2/5

IPLમાં બ્રાવો મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત વિવિધ ફ્રેન્ચાઈઝી તરફથી રમી ચુક્યો છે.
3/5

બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ તરફથી 40 ટેસ્ટમાં 2200 રન બનાવાની સાથે 88 વિકેટ પણ લીધી હતી. ટેસ્ટમાં તેણે 3 સદી અને 13 અડધી સદી ફટકારી હતી. 164 વનડેમાં બ્રાવોએ 2968 રન બનાવવાની સાથે 199 વિકેટ પણ લીધી છે. વન ડેમાં 2 સદી અને 10 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 112 રન છે. T20 નિષ્ણાત ગણાતા બ્રાવોએ 66 મેચમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં તેણે 1142 રન બનાવવાની સાથે 52 વિકેટ પણ ઝડપી છે. ટી 20માં તેણે 4 અડધી સદી ફણ ફટકારી છે.
4/5

નવી દિલ્હીઃ 2019ના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે તે પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમને એક મોટો ફટકો લાગ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલ રાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 35 વર્ષીય સ્ટાર ક્રિકેટરે વેસ્ટ ઈન્ડિઝ તરફથી 2016માં અંતિમ મેચ રમી હતી, ત્યારથી તેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું નથી. બ્રાવોએ કેરેબિયન ટીમ તરફથી કુલ 270 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
5/5

બ્રાવો 2010થી જ વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમમાંથી બહાર હતો. જ્યારે આખરી વન ડે તે 2014માં રમ્યો હતો. 2016માં પાકિસ્તાન સામે તે અંતિમ વખત T20 મુકાબલો રમ્યો હતો. જે બાદ તે રાષ્ટ્રીય ટીમમાંથી બાકાત હતો. કેરેબિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન બાદ રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થવાની આશા હતી પરંતુ ભારત સામે કોઈપણ ટુર્નામેન્ટમાં પસંદગી ન થવાના કારણે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
Published at : 25 Oct 2018 12:31 PM (IST)
View More





















