શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઈન્ડિઝના કયા પૂર્વ દિગ્ગજ ખેલાડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જાણો વિગત
લારાએ વેસ્ટ ઈન્ડિઝ તરફથી 131 ટેસ્ટમાં 52.9ની સરેરાશથી 11953 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 400 રન છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે.
મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. લારાએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કર્યા બાદ મંગળવારે પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કોઇપણ પ્રકારની માહિતી આપવાની ના પાડવામાં આવી છે.
લારાને મંગળવારે બપોરે 12.3 કલાકે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા મુજબ તે એક હોટલમાં કાર્યક્રમમાં હાજર હતો ત્યારે માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી અને તબિયત વધુ બગડતી હોવાનું જણાવ્યું હતું.
લારા વર્લ્ડકપમાં સ્ટાર સ્પોર્ટ્સના એક્સપર્ટ તરીકે મુંબઈમાં કોમેન્ટ્રી ટીમનો હિસ્સો છે. લારાએ વેસ્ટ ઈન્ડિઝ તરફથી 131 ટેસ્ટમાં 52.9ની સરેરાશથી 11953 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 400 રન છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. લારાના આ રેકોર્ડને આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી. તેણે ટેસ્ટમાં 34 સદી પણ ફટકારી છે.
399 વન ડેમાં લારાએ 10,405 રન બનાવ્યા છે. જ્યારે 3 T20માં 115.1ની સરેરશથી 99 રન બનાવ્યા છે.
વર્લ્ડકપ 2019: ENGvAUS સ્કોર જાણવા અહીં કરો ક્લિક રાજ્યસભાનું ફોર્મ ભર્યા બાદ એસ.જયશંકરે ગુજરાત વિશે શું કહ્યું, જુઓ વીડિયો#Mumbai: West Indies legend Brian Lara has been admitted to Global Hospital in Parel after he complained of chest pain. Hospital to issue a statement shortly. (file pic) pic.twitter.com/sGnvBpiavA
— ANI (@ANI) June 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion