શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના કયા વિકેટ કિપરે કર્યો દાવો, જો હું સારુ રમ્યો હોત તો ધોની ન આવ્યો હોત...
1/6

પાર્થિવ પટેલે જણાવ્યું કે ટીમમાં સિલેક્શન થયું છે કે નહીં તે જાણવા માટે અમારે ટીવી સામે બેસવું પડતું હતું. ભારતીય એ ટીમ તરફથી રમ્યા બાદ તે ઘરે આવીનો ઊંઘી ગયો હતો ત્યારે તેની બહેને તેને જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં તેનું સિલેક્શન થઇ ગયું છે. બહેનની વાત સાભળીને તેને લાગ્યું કે તે સપનામાં જ છે પરંતુ આંખ ખુલ્યા બાદ તેને આ વાત પર વિશ્વાસ જ નહોતો થતો.
2/6

આ ઇન્ટરવ્યૂમાં પાર્થિવે પોતાના સંઘર્ષો વિષે જણાવતા અનેક રાઝ ખોલ્યા હતા. તેણે કહ્યું અનેક સંઘર્ષ બાદ તે આજે આ મુકામ સુધી પહોંચ્યો છે અને પોતાની ઓળખ બનાવી છે. સ્કૂલના દિવસોમાં 12- 13 કિલોમીટર બેગ લટકાવીને સાઇકલિંગ કરીને સ્કૂલ જતો હતો. સ્કૂલના આભ્યાસમાંથી સમય બચાવીને ક્રિકેટ પર ફોકસ કરવું પડતું હતું.
Published at : 22 Jun 2018 06:08 PM (IST)
View More




















