નવી દિલ્હીઃ બુધવારે બીસીસીઆઈની સિલેક્શન કમેટીએ ઇંગ્લેન્ડના પ્રવાસ પર પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ છે. ટીમમાં વિકેટકીપટ તરીકે દિનેશ કાત્રિકની સાથે નવા ખેલાડી રિષભ પંતને સ્થાન મળ્યું છે. એટલે કે ઇંગ્લેન્ડની આ મોટી સીરીઝના પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પોતાના નંબર વન વિકેટકીપ રિદ્ધિમાન સાહા વગર જ રમવા જશે જેને ઈજાને કારણે ટીમમાં સ્થાન નથી મળ્યું.
2/4
નોંધનીય છે કે, રિદ્ધિમાન સાહાની ખભાની ઈજા ખૂબ જ ગંભીર છે અને આ કારણે તેને તરત જ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી છે. સર્જરી કરાવવાનો મતલબ હશે કે તે આગામી કેટલાક મહિનાઓ સુધી બેટ નહીં ઉપાડી શકે અને ક્રિકેટથી દૂર રહેવું પડશે. 33 વર્ષના સાહાને કરિયરના આ સમયે થયેલી ઈજા તેના ક્રિકેટ કરિયરને ખતમ કરી શકે છે.
3/4
મળતી માહિતી મુજબ સાહાની રિહેબલિટેશન ફિઝિયો દ્વારા ખોટી રીતે કરવામાં આવી. જે કારણે તેને ખભામાં ગંભીર ઈજા થઈ છે. હાલમાં સાહાની સ્થિતિ એવી છે કે તે સ્ટ્રેચિંગ પણ નથી કરી શકતો. માનવામાં આવી રહ્યું છે કે સર્જરી બાદ સાહા મેદાનમાં કમબેક કરી શકે છે.
4/4
જણાવી દઈએ કે રિદ્ધિમાન સાહાને જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા ટૂર પર અંગૂઠામાં ઈજા થઈ હતી. આ ઈજા સામાન્ય હતી, આ સાથે સાહાને ખભામાં સામાન્ય દુખાવો હતો બાદમાં IPL દરમિયાન સાહાના ખભાની ઈજા વધુ થઈ, જેને હવે સર્જરી બાદ ઠીક કરવામાં આવશે. રિદ્ધિમાન સાહાની ઈજા પર બીસીસીઆઈ હજુ સુધી ચુપ છે, જેથી અનેક સવાલો ઉદભવી રહ્યા છે.