Ahmedabad News: બાકરોલમાં અસામાજિક તત્વોનો આતંક, ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં હુમલો
અમદાવાદના બાકરોલમાં ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં હુમલો કરાયાનો આરોપ. લાકડી અને ધોકાથી કાસીન્દ્રા ગામના માથાભારે શખ્સોએ હુમલો કર્યાનો આરોપ. મારામારીમાં એક વ્યકિતને માથાના ભાગે ગંભીર ઈજા. તોફાનીઓએ મચાવેલા આતંકનો વીડિયો થયો વાયરલ
અમદાવાદના બાકરોલમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે. ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં હુમલો કરવાનો આરોપ છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરો હાથમાં હથિયાર, ડંડા અને લાકડી લઈને વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે અને આતંક મચાવી રહ્યા છે. મારામારીમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે અન્ય એક વ્યક્તિને પણ પગમાં, હાથમાં અને માથાના ભાગે ઈજા થઈ છે. અન્ય લોકોને પણ નાની મોટી ઈજા થઈ છે અને સમગ્ર મામલો હાલ અસલાલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પીડિતો હત્યાની કલમ ઉમેરવાની પણ માંગણી કરી રહ્યા છે.