શોધખોળ કરો
Advertisement
INDvsWI: આજની ટી20માં ભારતીય ટીમમાં થશે આ મોટા ફેરફારો, જાણો કોની જગ્યાએ કોને મળી શકે છે મોકો
સુત્રો અનુસાર, શ્રેયસ અય્યર અને લેગ બ્રેક બૉલર રાહુલ ચહરને મોકો આપવામાં આવી શકે છે. વળી ઋષભ પંતને ડ્રૉપ કરીને કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે
નવી દિલ્હીઃ ભારતે ગઇકાલે બીજી ટી20 ડીએલએસથી જીતી લીધી, 22 રનોથી જીતેલી આ મેચની સાથે જ ભારતીય ટીમે સીરીઝ પર 2-0થી કબ્જો જમાવી દીધો છે. ફ્લૉરિડા ટી20 જીતીને વિરાટે વેસ્ટ ઇન્ડિઝ પર ઐતિહાસિક જીત સીરીઝ જીત મેળવી હતી.
હવે ભારતીય ટીમને આગામી છેલ્લી ત્રીજી અને ફાઇનલ ટી20 મેચ 6ઠ્ઠી ઓગસ્ટે રમવાની છે. જે મંગળવારે ગુયાના સ્ટેડિયમમાં રમાશે. જોકે, આ ટી20 પહેલા મોટા સંકેત વિરાટ કોહલીએ આપ્યા છે જે અનુસાર ટીમમાં કેટલાક મોટા ફેરફારો થઇ શકે છે. અંતિમ ટી20માં નવા ખેલાડીઓને મોકો આપવામાં આવી શકે છે.
સુત્રો અનુસાર, શ્રેયસ અય્યર અને લેગ બ્રેક બૉલર રાહુલ ચહરને મોકો આપવામાં આવી શકે છે. વળી ઋષભ પંતને ડ્રૉપ કરીને કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ ફાઇનલ ટી20 મેચ ગુયાનાના પ્રૉવિડેન્સ સ્ટેડિયમમાં રામશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટી20 મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે.
નોંધનીય છે કે, ત્રણ મેચોની ટી 20 સિરીઝની શરૂઆતમાં સતત બે મેચ જીતવાની સાથે જ ટીમ ઇન્ડિયાએ 2-0થી સીરિઝ જીતી લીધી છે. વિરાટ કોહલીએ કહ્યું કે સિરીઝ જીતવી ટીમ માટે સારી વાત છે. કારણ કે તેથી અન્ય ખેલાડીઓને રમવાની તક મળશે. ટી 20 સિરીઝની અંતિમ મેચ મંગળવારે પ્રોવિડેન્સમાં રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગાંધીનગર
ગુજરાત
ગાંધીનગર
Advertisement