શોધખોળ કરો
Advertisement
Women's T20 World Cup: ભારતની સતત ચોથી જીત, શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું
ભારતે મહિલા T-20 વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હાર આપી છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં સતત ચોથી મેચમાં જીત મેળવી છે.
મેલબોર્ન: ભારતે મહિલા T-20 વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હાર આપી છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં સતત ચોથી મેચમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની ઓપનર શેફાલી વર્માએ આક્રમક ઈનિંગ રમતા 47 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કોર 15 રને આઉટ થઇ હતી. સ્મૃતિ મંધાનાએ 17 રન બનાવ્યા હતા. રાધા યાદવે 4 વિકેટ લીધી હતી.
શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટના નુકશાને 113 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી અટ્ટાપટ્ટુએ સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. કવિશા દિલ્હારીએ 25 રન બનાવ્યા હતા.
રાજેશ્વરી ગાયકવાડે 2 અને દીપ્તિ શર્મા, શિખા પાંડે અને પૂનમ યાદવે 1-1 વિકેટ લીધી હતી. ભારતીય ટીમે ત્રણેય મેચ જીતીને પહેલેથી સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. બીજીતરફ શ્રીલંકા સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement