શોધખોળ કરો
વર્લ્ડકપ 2019: ટીમમાંથી બહાર કરવામાં આવતા ધ્રુસકે ધ્રસકે રડી પડ્યો અફઘાનિસ્તાનનો આ ક્રિકેટર, બોર્ડ પર લગાવ્યો ગંભીર આરોપ
શહઝાદે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ફિટ હોવા છતાં ટીમમાંથી બહાર કરી દીધાનો આરોપ લગાવ્યો છે. વર્લ્ડકપમાંથી બહાર કરવામાં આવ્યા બાદ તે દુઃખી થઈને રડવા લાગ્યો હતો.

કાબુલઃ અફઘાનિસ્તાનના વિકેટકિપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદને ચાલુ વર્લ્ડકપમાંથી બહાર કરી દેવામાં આવ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. શહઝાદે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ફિટ હોવા છતાં ટીમમાંથી બહાર કરી દીધાનો આરોપ લગાવ્યો છે. વર્લ્ડકપમાંથી બહાર કરવામાં આવ્યા બાદ તે દુઃખી થઈને રડવા લાગ્યો હતો. શહઝાદને ઘૂંટણની ઈજાના કારણે અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સામે અભ્યાસ મેચ દરમિયાન તે ઘૂંટણમાં ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. જે બાદ તે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામેની મેચ પણ રમ્યો હતો પરંતુ ઈજા ગંભીર હોવાના કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. શહઝાદે કહ્યું કે, હું નેટમાં પ્રેક્ટિસ કરતો હતો ત્યારે ટીમ મેનેજરે મને બોલાવ્યો અને કહ્યું, હું અનફિટ છું અને અફઘાનિસ્તાન પરત જવું પડશે. તેણે કહ્યું , મારા ઘૂંટણમાં ઈજા જૂની હતી હું તેમાંથી મુક્ત થઈ રહ્યો હતો. ફિઝિયોનું કહેવું હતું કે, જો હું થોડો આરામ કરીશ તો ઠીક થઈ જઈશ અને અચાનક મને બહાર કરી દીધો. શહઝાદના સ્થાને વિક્ટકપિર બેટ્સમેન ઈકરમ અલીને અફઘાનિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શહઝાદ અફઘાનિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન છે. તેણે 84 વન ડેમાં 88.5ના સ્ટ્રાઇક રેટથી 2727 રન બનાવ્યા છે. જ્યારે 65 T20માં 134.8ના સ્ટ્રાઇક રેટથી 1936 રન બનાવ્યા છે. 2 ટેસ્ટમાં તેણે 69 નોંધાવ્યા છે. 2018ના એશિયા કપમાં શહઝાદે ભારત સામે 116 બોલમાં 124 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 252 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 49.5 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થતાં મેચ ટાઈ પડી હતી.
ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ યુવરાજ સિંહ હવે શું કરશે ? જાણો શું છે તેનો ફ્યુચર પ્લાન 2011 વર્લ્ડકપના હીરો એવા આ ક્રિકેટરે આજે નિવૃત્તિની કરી જાહેરાત, કહ્યું- મેં ક્યારેય હાર નથી માની"I have no problem or injury & fully fit but @ACBofficials pulled me out of the squad by force without any consultation"Says @MShahzad077 who is ruled out of @cricketworldcup due to knee injury in his recent voice clip to a media in #Kabl as he is set to return home tomorrow. pic.twitter.com/tqagZST9c2
— M.ibrahim Momand (@IbrahimReporter) June 8, 2019
વધુ વાંચો





















