શોધખોળ કરો
ભારતીય ટીમના ક્યા ક્રિકેટરે વર્લ્ડકપમાં નિયમ તોડી પત્નિને રાખી હતી સાથે? બોર્ડ લેશે આકરાં પગલાં
એક સીનિયર ખેલાડી સમગ્ર વર્લ્ડકપ દરમિયાન પત્ની સાથે રહ્યો હતો. આ માટે તેણે કેપ્ટન કે કોચની મંજૂરી પણ લીધી ન હતી
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાના એક સીનિયર ખેલાડીએ બીસીસીઆઈના પરિવાર સાથે જોડાયેલ નિયમનો ભંગ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપોનો સામનો કરી રહેલા ખેલાડીએ 15 દિવસથી વધારે સમય સુધી પત્નીને સાથે રાખવાની વિશેષ માંગણી કરી હતી. જોકે બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિ ( CoA)એ આ માગને ફગાવી દીધી હતી. સીઓએએ પત્ની અને પ્રેમિકાને ખેલાડીઓ સાથે રહેવાનો નિયમ બનાવ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર એક સીનિયર ખેલાડી સમગ્ર વર્લ્ડકપ દરમિયાન પત્ની સાથે રહ્યો હતો. આ માટે તેણે કેપ્ટન કે કોચની મંજૂરી પણ લીધી ન હતી. દસ્તાવેજો અનુસાર, COAએ ત્રણ મેના રોજ થયેલી બેઠકમાં આ આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને આ અનુરોધને સ્વીકાર્ય ગણ્યો નહોતો. આના જાણકારી ધરાવતા BCCIના સૂત્રે નામ ન જણાવવાની શરતે પુષ્ટિ કરી છે કે, આ ઉલ્લંઘન નિશ્ચિતપણે થયું હતું.
અધિકારીએ કહ્યું, ‘હા, ત્રણ મેના રોજ થયેલી બેઠકમાં આ ખેલાડીને મંજૂરી આપવામાં આવી નહોતી, તેણે વર્લ્ડ કપ દરમિયાન 15 દિવસના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. હવે અહીં સવાલ એ ઉઠે છે કે, આ ખેલાડીએ પોતાની પત્નીને વધારે દિવસો સુધી સાથે રાખવા અંગે યોગ્ય અધિકારીઓ પાસેથી, કોચ કે કેપ્ટન પાસેથી પરવાનગી લીધી હતી. તો આનો જવાબ ‘ના’ છે.’ આ બાબતને હજુ COAને રિપોર્ટ કરવાની છે પણ સવાલ એ છે કે, મેનેજર સુનિલ સુબ્રમણ્યમે આની જાણકારી કેમ ન આપી, જ્યારે આ મુદ્દો તેમને આધીન આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement