શોધખોળ કરો
Advertisement
World Cup: ટીમ ઇન્ડિયાને રાહત, શિખર ધવનને લઈને આવ્યા Good News
જોકે અંગૂઠાના ફ્રેક્ચરની અંતિમ મેડિકલ રિપોર્ટ બાદ ટીમ ઈન્ડિયાએ રાહતના શ્વાસ લીધા છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની શરૂઆતમાં એક મોટો ઝાટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન શિખર ધવનના હાથમાં ગંભીર ઈજા થઈ છે. મેડિકલ અહેવાલ અનુસાર શિખર ધવનના ડાબા હાથના અંગુઠામાં ફ્રેક્ટર થયું છે. સ્કેનમાં આ વાતની પુષ્ટિ પણ થઈ છે. આ ઈજાને ઠીક થતાં સમય લાગશે. જોકે સારા સમાચાર એ છે કે, બોર્ડે તેને ભારત પર બોલાવશે નહીં. બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે આગામી એક સપ્તાહ સુધી શિખર ધવન ટીમના તબીબીઓની દેખરેખમાં રહેશે.
જોકે આ પહેલા એવી અટકળો વહેતી થઈ હતી કે ધવન ગંભીર ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ અંબાતી રાયડુ અથવા રિષભ પંતમાંથી કોઈ એકને તક મળી શકે છે.
જોકે અંગૂઠાના ફ્રેક્ચરની અંતિમ મેડિકલ રિપોર્ટ બાદ ટીમ ઈન્ડિયાએ રાહતના શ્વાસ લીધા છે. કારણ કે ધવનની આ ઈજા થોડા દિવસોમાં સારી થઈ શકે છે અને સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ તે ફરી ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ XIનો હિસ્સો બની શકે છે. જોકે આગામી કેટલીક મેચોમાં શિખર ધવનને ગ્રાઉન્ડની બહાર બેસવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement