શોધખોળ કરો
Advertisement
યુવરાજ સહિત આ પાંચ ખેલાડીઓનું વર્લ્ડકપ રમવાનું સ્વપ્ન રોળાયું ! જાણો
નવી દિલ્હી: વિશ્વકપ 2019ને હવે થોડાક જ મહિનાઓ બાકી છે ત્યારે તે પહેલા 24 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થઈ રહેલી સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. તેની સાથે જ બીસીસીઆઈ અને સિલેક્સશન કમિટીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પસંદ કરવામાં આવેલી ટીમમાંથી વિશ્વકપ માટેની ટીમમાં ખેલાડીઓનો રસ્તો સ્પષ્ટ થશે.
પરંતુ આ ટીમની જાહેરાત બાદ હવે એ સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાના સ્ટાર રહી ચુકેલા યુવરાજ સિંહ હવે દેશ માટે વર્લ્ડકપ રમતા નજર નહી આવે. યુવરાજ સિવાય સુરેશ રૈના, અજિંક્ય રહાણે, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા માટે પણ વિશ્વકપ 2019 રમવાનું સપનું, સપનુંજ રહી જશે.
આસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી સીરીઝ વિશ્વકપના પ્રેક્ટિસ સેશન તરીકે જોવામાં આવી રહી છે. જેને લઇને માનવામાં આવી રહ્યું છે કે આ ટીમ માટે પસંદગી પામેલા ખેલાડીઓ જ મે મહીનાથી શરૂ થઇ રહેલા વિશ્વકપ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પરંતુ નિરાશ કરનારી વાત તો એ છે કે ભારતની વિશ્વ વિજેતા અને વિશ્વકપ ટીમોના રમી ચુકેલા આ સ્ટાર્સ આગામી વિશ્વકપમાં નહીં જોવા મળે અને કદાજ ભારતીય જર્સીમાં પણ નહીં જોવા મળે.
યુવરાજ સિંહ: ટીમ ઇન્ડિયાનો આ વિશ્વકપ હીરો લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. યુવરાજે વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાને સાથ આપ્યો હતો ત્યાર બાદ યૂવી ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. યુવી ખુબજ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે છેલ્લા 10 ડોમેસ્ટિક મુકાબલામાં માત્ર 274 રન બનાવ્યા છે. હવે તેની ફિટનેશ પણ તેના કાબિલ નથી કે તે ભારત માટે રમી શકે.
સુરેશ રૈના: એમએસ ધોનીના કેપ્ટનશિપ વખતે ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરના જાણિતા બેટ્સમેન સુરેશ રૈનાને હવે ટીમ ઇન્ડિયા તક મળી રહી નથી. 2015 બાદ માત્ર એક વખત ઇંગ્લેન્ડ સામે 2018માં ટીમમાં વાપસી કરનાર રૈના આ સીરીઝ બાદ ફરી બહાર થઇ ગયો છે. રૈના ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી કે જેનાથી તેની ટીમમાં વાપસી થાય.
અજિંક્ય રહાણે: ટીમ ઇન્ડિયાના ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણેનું કેરિયરનો એક સમય એવો હતો કે ત્યારે ટીમમાં ઓપનિંગથી લઈને ત્રીજા, ચોથા કે પાંચમાં ક્રમે પણ બેટિંગ કરી લેતો હતો. પરંતુ 2018માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીરીઝ બાદ તેને પણ વનડે ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. જોકે, તેના પાછળનું કારણ ઓછા રન નહીં પણ ધીમી ગતીએ રન બનાવવાનું છે. મોર્ડન ડે ક્રિકેટમાં વનડે ક્રિકેટને પણ ટી20 અંદાજમાં રમાઇ છે. એવામાં રહાણે ટીમ ઇન્ડિયામાં ફીટ બેઠો નથી. હવે વિશ્વકપ માટે રહાણેની વાપસી પણ મુશ્કેલ નજર આવી રહી છે.
રવિન્દ્ર જાડેજા: રવિન્દ્ર જાડેજા લાંબા સમયથી ટીમમાંથી અંદર-બહાર થતો રહ્યો છે. ટીમમાં વાપસી કરીને તેણે બોલિંગ અને ફિલ્ડિંગથી એ પણ સાબિત કરી દીધું છે કે તેનામાં હજુ ઘણી ક્રિકેટ બાકી છે. પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જે ટીમની જાહેરાત થઈ છે તેમાં તે 15 માં પણ ફિટ થયો નથી. કારણ કે તેના કરતા સારા અને યુવા ખેલાડી ટીમમાં છે.
આર અશ્વિન: 2015 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય સ્પિન બોલર રહી ચુકેલા અશ્વિન માટે પણ શોર્ટર ફોર્મેટ મુસીબત બની ગઈ છે. એક સમયે અશ્વિન અને જાડેજા ટીમ ઇન્ડિયાના મુખ્ય બલોરમાં હતા. પરંતુ કુલદિપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની શાનદાર બોલિંગ આગળ આ બન્ને ખેલાડી ટીમમાંથી બહાર થઇ ગયા છે.
ઓસ્ટ્રેલિયા સામેની T20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement