શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ: વેસ્ટ ઇન્ડિઝે પાકિસ્તાનને સાત વિકેટે આપી હાર, થોમસની ચાર વિકેટ
નોંધનીય છે કે પાકિસ્તાનની ટીમ 1992માં ઇગ્લેન્ડ વિરુદ્ધ 74 રન ઓલઆઉટ થઇ ગઇ હતી.
નોટિંગહામઃ વર્લ્ડકપ 2019માં વેસ્ટ ઇન્ડિઝે પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હાર આપી છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 21.4 ઓવરમાં 105 રન પર ઓલઆઉટ થઇ ગયુ હતું. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 13.4 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 108 રન બનાવી મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી ક્રિસ ગેઇલે 50 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરને 19 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સની મદદથી અણનમ 34 રન બનાવ્યા હતા. તેની સાથે શિમરોન હેટમેયર સાત રન બનાવી અણનમ રહ્યો હતો. નોંધનીય છે કે પાકિસ્તાનની ટીમ 1992માં ઇગ્લેન્ડ વિરુદ્ધ 74 રન ઓલઆઉટ થઇ ગઇ હતી.
આ અગાઉ હોલ્ડરની ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોટરેલે 17 રનના કુલ સ્કોર પર ઇમામ ઉલ હકને પેવેલિયન ભેગો કરીને વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ સફળતા અપાવી હતી. બાદમાં એક પણ બેટ્સમેન સારી પાર્ટનરશીપ કરી શક્યા નહોતા. ફખર ઝમાન (22), બાબર આઝમ (22), મોહમ્મદ હફિઝ (16), હેરિસ સોહેલ (8), હસન અલી (1) અને વહાબ રિયાઝ (18) રન બનાવી શક્યા હતા.કેરેબિયન બૉલરોએ મેચમાં તરખાટ મચાવ્યો હતો, ઓશાને થૉમસે 4 વિકેટ, કેપ્ટન હૉલ્ડરે 3, રસેલે 2 અને કૉટરેલએ એક વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હૉલ્ડરે ટૉસ જીતીને પાકિસ્તાની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. જેને કેરેબિયન બૉલરોએ સાચુ સાબિત કર્યુ હતુ.
પાકિસ્તાની ટીમઃ- સરફરાજ અહેમદ (કેપ્ટન), ફકર જમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, હેરિસ સોહિલ, મોહમ્મદ હાફિઝ, ઇમાદ વસિમ, સદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર.
વેસ્ટ ઇન્ડિઝ ટીમઃ- જેસન હૉલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, શાઇ હૉપ, ડેરેન બ્રાવો, નિકોલસ પૂરન, સિમરૉન હેટમેયર, આંદ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, એસ્લે નર્સ, શેલ્ડન કોટરેલ, ઓસાને થૉમસ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
શિક્ષણ
Advertisement