શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: માંડ- માંડ જીત્યું પાકિસ્તાન, અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું
વર્લ્ડ કપની 36મી મેચમાં લીડ્સ ખાતે અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદીન નાઈબે ટોસ જીતીને બેટિંગ લીધી.
લીડ્સઃવર્લ્ડકપ 2019માં પાકિસ્તાને રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને ત્રણ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે પાકિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. 228 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાને 49.4 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 230 રન બનાવી મેચ જીતી લીધી હતી. ઓછો સ્કોર છતાં અફઘાનિસ્તાનના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ અગાઉ પાકિસ્તાની ઓપનર ફખર ઝમાન ઇનિંગના બીજા બોલ પર આઉટ થયો હતો. તે શૂન્ય રન બનાવી મુઝીબના બોલ પર એલબીડબલ્યૂ આઉટ થયો હતો. ઇમામ ઉલ હક 36 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. મોહમ્મદ હફિઝ 19 રને આઉટ થયો હતો. બાદમાં બાબર આઝમ 45 રન બનાવી નબીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ હારિસ 27, કેપ્ટન સરફરાઝ 18 રન બનાવી આઉટ થયા હતા.
આ અગાઉ પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 227 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી અસગર અફઘાને 35 બોલમાં 42 તથા ઝરદાને 54 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઇ બેટ્સમેનો મોટી ઇનિંગ રમી શક્યા નહોતા. પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ 4 વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ લીધી વર્લ્ડ કપની 36મી મેચમાં લીડ્સ ખાતે અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદીન નાઈબે ટોસ જીતીને બેટિંગ લીધી છે. પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. અફઘાનિસ્તાનની ટીમમાં હમિદ હસન દૌલત ઝદરનની જગ્યાએ રમી રહ્યો છે.Afghanistan finish on 227/9!
An excellent effort from the Pakistan bowling attack ???? #CWC19 | #PAKvAFG | #WeHaveWeWill | #AfghanAtalan pic.twitter.com/z4Gkn7JSYp — Cricket World Cup (@cricketworldcup) June 29, 2019
પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા માટે આ મેચ જીતવી જરૂરી છે. જોકે અફઘાનિસ્તાન પણ અપસેટ સર્જી શકે છે. અફઘાનિસ્તાન ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીત્યું ન હોવાથી આ મેચ જીતવા શક્ય તમામ કોશિશ કરી શકે છે.Shaheen has his fourth of the day!
He becomes the first teenager to take a four-wicket haul in a Men's World Cup.#CWC19 | #PAKvAFG pic.twitter.com/6OBEAL1FVy — Cricket World Cup (@cricketworldcup) June 29, 2019
Who has the better dressed supporters today?#PAKvAFG | #CWC19 pic.twitter.com/m2MMAKFBtk
— Cricket World Cup (@cricketworldcup) June 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement