શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ટીમ ઇન્ડિયા સામે પાકિસ્તાને ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી, ક્યા નવા ખેલાડીનો કરાયો સમાવેશ?
વર્લ્ડકપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં બે મેચમાં જીત મેળવી છે.
નવી દિલ્હી: વર્લ્ડકપના સૌથી હાઇવોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાને ટીમ ઇન્ડિયા સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયામાં ઇજાગ્રસ્ત શિખર ધવનના સ્થાને વિજય શંકરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે પાકિસ્તાનમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ટીમમાં શદાબ ખાન અને ઇમાદ વસિલની વાપસી કરવામાં આવી છે.
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં બે મેચમાં જીત મેળવી છે. ભારતે પોતાનાં પ્રથમ મુકાબલામાં સાઉથ આફ્રિકા સામે જીત મેળવી હતી. જયારે બીજા મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. ભારતની ત્રીજી મેચ ન્યૂઝિલેન્ડ સામે હતી પંરતુ તે મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.
વર્લ્ડકપનાં પોઈન્ટ ટેબલમાં ભારત 5 પોઈન્ટ સાથે 4થા ક્રમે છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન 4 મેચ રમ્યું છે જેમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી છે. બે મેચમાં પાકની હાર થઈ હતી જ્યારે એક મેચ વરસાદનાં કારણે રદ્દ થઈ હતી. ત્રણ પોઈન્ટ સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં 8માં ક્રમે છે.
ભારતીય ટીમઃ- રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), વિજય શંકર, ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, .
પાકિસ્તાની ટીમઃ- ઇમામ-ઉલ-હક, ફકર જમાન, બાબર આઝમ, મોહમ્મદ હાફિઝ, સરફરાજ અહેમદ (કેપ્ટન, વિકેટકિપર), શોએબ મલિક, ઇમામ વસીમ, શદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement