શોધખોળ કરો
રોહિત શર્માની સિક્સે ઈતિહાસનું કર્યુ પુનરાવર્તન, સચિને વર્લ્ડકપ 2003માં અખ્તરની ઓવરમાં ફટકારી હતી આવી જ સિક્સ, જુઓ વીડિયો
વર્લ્ડકપમાં સતત સાતમી વખત પાકિસ્તાન ભારત સામે હાર્યું હતું. મેચ દરમિયાન રોહિત શર્માએ રમેલી 140 રનની ઈનિંગમાં ત્રણ સિક્સ પણ ફટકારી હતી.

માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019ના મેગા મુકાબલામાં ગઈકાલે ભારતે પાકિસ્તાનને ડકવર્થ લુઈસથી 89 રને હાર આપી હતી. વર્લ્ડકપમાં સતત સાતમી વખત પાકિસ્તાન ભારત સામે હાર્યું હતું. મેચ દરમિયાન રોહિત શર્માએ રમેલી 140 રનની ઈનિંગમાં ત્રણ સિક્સ પણ ફટકારી હતી. જે પૈકીની એક સિક્સે 2003 વર્લ્ડકપમાં સચિન તેંડુલકરે શોએબ અખ્તરની ઓવરમાં ફટકારેલી સિક્સની યાદ અપાવી હતી. વર્લ્ડકપ 2003માં સેન્ચુરિયનમાં ભારત-પાકિસ્તાન મુકાબલો થયો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 273 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે ઓપનિંગ બેટ્સમેનો સચિન તેંડુલકરઅને વીરેન્દ્ર સેહવાગે માત્ર 5.4 ઓવરમાં જ 53 રન ફટકારી દીધા હતા. આ દરમિયાન સચિને શોએબ અખ્તરની પ્રથમ ઓવરના ચોથા બોલ પર પોઈન્ટ ઉપરથી સિક્સ ફટકારી હતી. સચિને શોએબના ઓફ સ્ટંપથી બહાર શોર્ટ બોલને પોઈન્ટ ઉપરથી રમીને સિક્સ મારી હતી. સચિનના અપર કટ શૉટનું ટાઈમિંગ શાનદાર હતું તેથી સિક્સ વાગી હતી. સચિનનો આ શોટ જોઈ શોએબ પણ વિચારમાં પડી ગયો હતો. આવી જ સિક્સ પાકિસ્તાન સામે વર્લ્ડકપ 2019ની મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ફટકારી હતી. આ અંગેનો વીડિયો ICC દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ કયો એક્ટર મેદાન પર જ કોહલીને ભેટી પડ્યો ને સુનીલ ગાવસ્કર સાથે કર્યો ડાન્સ, જાણો વિગત ગૌતમ ગંભીરે નવી ઈનિંગ શરૂ કરી, સાંસદ તરીકે શપથ લીધા, જાણો વિગતSachin in 2003 or Rohit in 2019 – who did it better? pic.twitter.com/M9k8z5lLQd
— ICC (@ICC) June 16, 2019
વધુ વાંચો





















