શોધખોળ કરો

વર્લ્ડકપઃ સચિન-સેહવાગ ન કરી શક્યા તે રોહિત-રાહુલે કરી બતાવ્યું, જાણો વિગત

વર્લ્ડકપમાં બંને ઓપનરોએ સદી ફટકારી હોય તેવી આ માત્ર ત્રીજી ઘટના છે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતના બંને ઓપનરોએ સદી ફટકારી હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે.

લીડ્સઃ વર્લ્ડકપ 2019ની 44મી લીગ મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હાર આપીને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 265 રનના લક્ષ્યાંકને ટીમ ઈન્ડિયાએ 43.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતના બંને ઓપનરો રોહિત શર્મા અને લોકેશ રાહુલે સદી ફટકારી હતી. વર્લ્ડકપમાં આવી સિદ્ધી ટીમ ઈન્ડિયાની સૌથી સફળ ઓપનિંગ જોડીમાં સ્થાન પામતી સચિન તેંડુલકર – વિરેન્દ્ર સેહવાગની જોડી પણ મેળવી શકી નથી. વર્લ્ડકપમાં બંને ઓપનરોએ સદી ફટકારી હોય તેવી આ માત્ર ત્રીજી ઘટના છે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતના બંને ઓપનરોએ સદી ફટકારી હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે. અગાઉ 2011ના વર્લ્ડકપમાં શ્રીલંકાના ઓપનરો ઉપુલ થારંગા અને તિલકરત્ને દિલશાને આવી સિદ્ધિ બે વખત હાંસલ કરી હતી. 2011ના વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે પાલેકલમાં થારંગાએ 133 અને દિલશાને 144 રન ફટકાર્યા હતા. આ પછી તે જ વર્લ્ડકપમાં કોલંબોમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની મેચમાં થારંગાએ 102* અને દિલશાને 108* રન ફટકાર્યા હતા. આ પછી રોહિત અને લોકેશની જોડીને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત બંનેએ વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ પહેલાનો રેકોર્ડ પણ તેમના નામે હતો. બાંગ્લાદેશ સામે વર્તમાન વર્લ્ડકપમાં બંનેની જોડીએ 180 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયાનો ઓપનર અને રોહિત શર્માના સાથી શિખર ધવનને વર્તમાન વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આંગળીમાં ઈજા થઈ હતી. જેમાંથી તે મુક્ત ન થઈ શકતા વર્લ્ડકપમાંથી હટી ગયો હતો. હાલ વર્લ્ડકપમાં રોહિત શર્માની સાથે લોકેશ રાહુલ આવે છે. ભારત ન્યૂઝિલેન્ડ સામે સેમિફાઇનલ રમ્યા વિના કઇ રીતે ફાઇનલમાં આવી શકે, જાણો વિગત વાપી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારો આખેઆખે પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

Embed widget