શોધખોળ કરો
વર્લ્ડકપ 2019: વેસ્ટ ઈન્ડિઝનો આ ખેલાડી હિટ વિકેટ આઉટ થવા છતાં રહ્યો નોટ આઉટ, જાણો કેમ
મુસ્તફિઝુર રહેમાને 49મી ઓવરના ચોથા બોલે નાખેલા યોર્કરમાં ઓશેન થોમસે સ્લોગ શોટ માર્યો હતો. તે બોલ ચૂકી ગયો હતો, પરંતુ શોટ પતે તે સમયે બેટ વડે બેલ્સ પડી ગઈ હતી.

નવી દિલ્હીઃ ક્રિકેટમાં આપણે ઘણી વિચિત્ર ઘટના બનતા જોઈ છે. પછી તે ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ હોય હોય, હેન્ડલિંગ ધ બોલ હોય કે બેટ્સમેન ટાઈમ આઉટ થયો હોય તે હોય. તાજેતરમાં તો આપણે ફિલ્ડરને પણ બાઉન્દ્રીની બહાર જઈને કેચ કરતા પણ અસંખ્ય વખત જોયા છે. પરંતુ વર્લ્ડકપની 23મી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ બેટિંગ કરી રહ્યું હતું, ત્યારે બાંગ્લાદેશે ઇનિંગ્સની 49મી ઓવરમાં હિટ-વિકેટ માટે રિવ્યુ લીધું હતું. મુસ્તફિઝુર રહેમાને 49મી ઓવરના ચોથા બોલે નાખેલા યોર્કરમાં ઓશેન થોમસે સ્લોગ શોટ માર્યો હતો. તે બોલ ચૂકી ગયો હતો, પરંતુ શોટ પતે તે સમયે બેટ વડે બેલ્સ પડી ગઈ હતી. બાંગ્લાદેશના ઉત્સાહિત ખેલાડીઓએ આના માટે રિવ્યુ લીધો હતો. સોફ્ટ સિગ્નલ નોટઆઉટ હતો, થર્ડ અમ્પાયરનું પણ માનવું હતું કે બેલ્સ થોમસે શોટ પતાવ્યો તેના પછી પડી હતી, તેનો મતલબ બોલ સમાપ્ત થઇ ગયો હતો. તેથી તેને નોટઆઉટ આપવામાં આવ્યો હતો. જે પી નડ્ડાને BJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય બારમાં ગ્રાહકો સાથે સેક્સ કરવાની ના પાડી તો સાથી ડાંસરોએ ઉતારી લીધા કપડાં, પછી કર્યું એવું કે...... રોહિત શર્માની સિક્સે ઈતિહાસનું કર્યુ પુનરાવર્તન, સચિને વર્લ્ડકપ 2003માં અખ્તરની ઓવરમાં ફટકારી હતી આવી જ સિક્સ, જુઓ વીડિયો વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ કયો એક્ટર મેદાન પર જ કોહલીને ભેટી પડ્યો ને સુનીલ ગાવસ્કર સાથે કર્યો ડાન્સ, જાણો વિગત
વધુ વાંચો





















