શોધખોળ કરો
Advertisement
આ ક્રિકેટરે ફેન સાથે Tik-Tok પર બનાવ્યો વીડિયો, હવે આવી રહી છે શરમ!
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 5-0થી વનડે સીરીઝ ગુમાવનાર પાકિસ્તાન ક્રિકેટટ ટીમની વર્લ્ડ કપને લઈને તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. ટીમના લેગ સ્પિનર યાસિલ શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે તે શરમ અનુભવી રહ્યો છે.
યાસિર શાહનો પોતાની ફેન સાથે એક Tik-Tok વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ‘મેં સિર્ફ તેરા રહુંગા’ગીત પર એક્ટિંગ કરતો જોવા મળે છે. આ વીડિયો યાસિર શાહે ફેનની માગ પર બનાવ્યો હતો. જોકે હવે યાસિરની શરમ આવી રહી છે. આ વાતની જાણકારી પાકિસ્તાનના કોચ મિકી આર્થરે આપી હતી. Geo TVના મતે મિકી આર્થરે કહ્યું છે કે, યાસિર શાહ આ વીડિયોને લઈને શરમ અનુભવી રહ્યો છે. હું તેને એરપોર્ટ પર મળ્યો હતો અને તેની સાથે 5 થી 10 મિનિટ સુધી વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં 5-0થી શરમજનક પરાજય થયો હતો. શ્રેણીમાં યાસિર શાહનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે 5 વન-ડેમાં 5.66ની ઇકોનોમી રેટ સાથે 4 વિકેટ ઝડપી હતી.“Mai Sirf Tera Raho Ga” #YasirShah #TikTok pic.twitter.com/J8ZDF7CK32
— Thakur (@ThakurHassam) April 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
શિક્ષણ
ગુજરાત
શિક્ષણ
Advertisement