શાસ્ત્રીએ કહ્યું, તમારામાં કોઈ નિશ્ચિત ક્ષમતા છે પરંતુ જો તમે ફિટ છો તો તમે તેમા નિખાર લાવી શકો છો. તેથી અમે યો-યો ટેસ્ટ પર જોર આપી રહ્યાં છીએ. જો કોઈને લાગી રહ્યું છે કે, તેઓ આને લઈને વધારે ગંભીર નથી તો તેમની ભૂલ છે, તેઓ જઈ શકે છે.
2/4
હાલમાં આઈપીએલના ટોપ સ્કોરરમાં સામેલ અંબાતી રાયડૂ 16.1 પોઈન્ટ લાવી શક્યો નહોતો, જોકે તેને આઈપીએલમાં 600થી વધારે રન ફટકાર્યા હતા. આનાથી પૂર્વ પસંદગી કમિટીના અધ્યક્ષ પાટિલે આના પર નીતિગત નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
3/4
શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, યો-યો ટેસ્ટ યથાવત રહેશે અને કોહલીએ પણ કહ્યું કે, આને ભાવૂક થવાની જગ્યાએ કડડ નિર્ણયના રૂપમાં જોવામાં આવે જેનાથી ટીમમાં ફાયદો મળશે.
4/4
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થતા પહેલા ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી પણ હાજર હતા. સમગ્ર વાતચીત દરમિયાન રવિ શાસ્ત્રીએ એ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી માટે યો યો ટેસ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્મ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તમે ટેસ્ટ પાસ કરો અને ભારત માટે રમો.