શોધખોળ કરો
Advertisement
જસપ્રીત બુમરાહને ટ્રોલ કરવા જતા ખુદ ટ્રોલ થયો આ ક્રિકેટર
ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોસ્ટ કરી. પોસ્ટમાં તે ચહેરા પર લગાડવાની ક્રિમની જાહેરાત કરી રહ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહે થોડા સમય પહેલા જ ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હવે તે ગ્લોબલ ટી20 લીગમાં ભાગ લશે. યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ વખતે તેણે જસપ્રીત બુમરાહને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ખુદ જ ટ્રોલ થઈ ગયો.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોસ્ટ કરી. પોસ્ટમાં તે ચહેરા પર લગાડવાની ક્રિમની જાહેરાત કરી રહ્યા હતા. આ પોસ્ટ પર યુવરાજ સિંહે તેને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. બુમરાહે પોસ્ટમાં લખ્યું “હવે તમારા ખીલ પર કાર્ય કરો.”
આ પોસ્ટ પર યુવરાજ સિંહે તેને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. યુવરાજે કોમેન્ટમાં લખ્યું, “હા, તારી પાસે એમાંથી ઘણાં બધા છે! તેનો હવે ઉપયોગ કરો.” યુવરાજ સિંહ દ્વારા ટ્રોલ કરવા પર જસપ્રીત બુમરાહે જોરદાર જવાબ આપ્યો. બુમરાહે લખ્યું, “યુવી પા મને ખબર છે તમે ખુદને યુવાન અનુભવવા માટે એક એન્ટી એજિંગ ક્રીમની શોધ કરી રહ્યા છો. તમે ટૂંકમાં પ્રોડક્ટ મળી જશે.”View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ગુજરાત
Advertisement