શોધખોળ કરો
Advertisement
'પંતને સમય આપો, ધોનીને પણ સેટ થતાં સમય લાગ્યો હતો' - પંતના બચાવમાં ઉતર્યો વર્લ્ડકપ વિનર ખેલાડી
યુવરાજે કહ્યું કે પંત પર દબાણ કરવાથી તેની પાસેથી બેસ્ટ પરફોર્મન્સ કરાવવુ જોઇએ
નવી દિલ્હીઃ પોતાના ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ઋષભ પંતના બચાવમાં હવે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહ પણ મેદાનમાં આવ્યો છે. તેને પંતનો બચાવ ધોનીનુ નામ લઇને કર્યો છે. તેને કહ્યું કે ટીમમાં સેટ થતાં ધોનીને પણ સમય લાગ્યો હતો, પંતને વધુ મોકો આપો.
ઉલ્લેખનીય છે કે, લિમીટેડ ઓવરોમાં છેલ્લા કેટલાક સમયથી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું ફોર્મ એકદમ ખરાબ ચાલી રહ્યું છે. પંતને ટીમ મેનેજમેન્ટથી લઇ કેપ્ટન-કૉચ તરફથી પણ વૉર્નિંગ મળી ચૂકી છે. પંતને ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીના ઓપ્શન તરીકે જોવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમમાં સામેલ થયેલા પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના બે-બે વર્લ્ડકપ વિનર ખેલાડી યુવરાજ સિંહે પંતની તરફેણ કરી હતી. યુવરાજે કહ્યું કે કોઇએ પંત સાથે વાત કરવી જોઇએ. તેને પંતને ધોનીનો હવાલો આપતા કહ્યું કે, ધોની એક દિવસમાં નથી બન્યો, તેને બનવામાં કેટલાય વર્ષો લાગી ગયા છે. એટલા માટે તેનો વિકલ્પ શોધવામાં પણ સમય લાગશે. ટી20 વર્લ્ડકપ માટે હજુ એક વર્ષનો સમય બાકી છે, એટલે હજુ સમય છે.
યુવરાજે કહ્યું કે પંત પર દબાણ કરવાથી તેની પાસેથી બેસ્ટ પરફોર્મન્સ કરાવવુ જોઇએ. ખાસ કરીને કૉચ-કેપ્ટન બધાએ પંતને મોકો આપીને સારુ પ્રદર્શન કરાવવુ જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion