શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીને કરાવવી પડી નાકની સર્જરી, જાણો વિગત
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો T20 વર્લ્ડકપ અને 2011નો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. પરંતુ છેલ્લા એક મહિનાતી તે સોશિયલ મીડિયાથી ગાયબ હતી. હવે તેણે એક પોસ્ટમાં આ અંગેનો ખુલાસો કર્યો છે.
હેઝલે લખ્યું કે, મેં ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર કંઇ પોસ્ટ કર્યું નથી. હું ક્યાં છુપાઇ ગઇ હતી તે અંગે જણાવવા માંગુ છું. એક મહિના પહેલા મેં નાકની સર્જરી કરાવી હતી. મને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. આ કોઇ ગંભીર ઇસ્યુ નહોતો પરંતુ ખબર પડ્યા બાદ તેની સારવાર કરાવવી જરૂરી હતી.
હેઝલે તેની સાસુનો આભાર માનતા લખ્યું કે, તેમની સાથે હોસ્પિટલમાં ચેકઅપ માટે ગઇ ત્યારે સમસ્યાની ખબર પડી. મારા નાકની અંદર ખૂબ મોટું ડેમેજ થયું હતું. હવે મારું નાક અંદરથી એકદમ નવું છે. હું આરામથી શ્વાસ લઇ શકું છું.
સર્જરીના કારણે એક્સરસાઇઝ કરવાનું બંધ થઇ ગયું હતું. આ કારણે મારું વજન પહેલા કરતાં વધી ગયું છે. હું મારી સાસુનો આભાર માનવા ઇચ્છું છું. તેમના આશીર્વાદથી હવે હું પૂર્ણ રીતે ઠીક થઈ ગઇ છું.
2016માં યુવરાજ સિંહ અને હેઝલ કીચે લગ્ન કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement