શોધખોળ કરો
યુઝવેન્દ્ર ચહલે રવિચંદ્રન અશ્વિનના આ ખાસ રેકોર્ડની બરાબરી કરી, જાણો
ટીમ ઈન્ડિયાના બોલર યુઝવેન્દ્ર ચહલે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલે મેચમાં 2 વિકેટ લીધી અને તેમને રવિચંદ્રન અશ્વિનના રેકોર્ડની બરાબરી કરી છે.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના બોલર યુઝવેન્દ્ર ચહલે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલે મેચમાં 2 વિકેટ લીધી અને તેમને રવિચંદ્રન અશ્વિનના રેકોર્ડની બરાબરી કરી છે. આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનની સાથે ભારતનો સૌથી સફળ બોલર બની ગયા છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે અશ્વિન જેટલી 52 વિકેટ ઝડપી તેના ખાસ રેકોર્ડની બરાબરી કરી છે. રવિચંદ્રન અશ્વિન 46 મેચમાં 52 વિકેટ લઈ ટોચ પર હતો. 29 વર્ષીય યુઝવેન્દ્ર ચહલ આ મેચ પહેલા 34 મેચમાં 21.34 ની એવરજથી 50 વિકેટ લઇ ચુક્યો હતો. આંતરરાષ્ટ્રીય ટી 20 ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલર બનવા માટે તેમને રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દેવા માટે ૩ વિકેટની જરૂર હતી. વેસ્ટઈન્ડિઝ સામેની મેચમાં તેણે 2 વિકેટ ઝડપી અશ્વિનના ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ચહલે બાંગ્લાદેશ સામે નાગપુરમાં 10 નવેમ્બરના ત્રીજી ટી-20 મેચ દરમિયાન 1 વિકેટ લઈને આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં વિકેટોની અડધી સદી પૂરી કરી હતી. મલિંગા આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટના સૌથી સફળ બોલર છે. લસિથ મલિંગાએ 79મેચમાં 106 વિકેટ લીધી છે.
વધુ વાંચો





















