આ અંગેની વિગતો એવી છે કે, પક્ષકાર મહિલા સિમ્પીસિંગ (ઉ.વ.આ.30)ના લગ્ન વિજયસીંગ મુરલીસિંગ સાથે 2015માં થયા હતાં. વિજયસિંગ ઉધના ખાતે બેંકમાં નોકરી કરે છે અને ડીંડોલી નીલગીરી સર્કલ મયુરનગર ખાતે રહે છે. સિમ્પીસિંગના પિતા લાલસિંગ સત્યનારાયણ નગર બમરોલી ખાતે રહે છે.
4/6
સિમ્પીસિંગના ભાઈએ જણાવ્યું હતું કે, લગ્નના પ્રથમ દિવસે જ તેણીને સાસરિયાએ ઝેર આપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કેસ કર્યો હતો અને કેસ પાછો ખેંચવા માટે ધમકીની સાથે દબાણ કરવામાં આવતું હતું. જો કે, સિમ્પીસિંગે ક્યા કારણોસર પડતું મુક્યું તે અંગે સચોટ કારણ આવ્યું નથી. સિમ્પીસિંગે નવમાં માળેથી કુદી પડતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
5/6
તેણીને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. મહિલા ઉપરથી નીચે કુદતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી વહી જતાં તેણીનું ઘટનાસ્થળે મોત નીપજ્યાનું પ્રાથમિક તબક્કે મનાઇ રહ્યું છે. મહિલા કુદી પડી ત્યારે આવેલા અવાજના પગલે વકીલોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને દોડીને ઘટનાસ્થળે એકઠા થઈ ગયાં હતાં.
6/6
સુરતઃ અઠવાલાઇન્સ ખાતે આવેલી નવી કોર્ટ બિલ્ડીંગના નવમાં માળે 30 વર્ષીય યુવતીએ છલાંગ લગાવતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. યુવતીનું નામ સિમ્પીસિંગ હોવાનું જાણવા મળ્યું છે. યુવતીએ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવતાં વકીલો અને અન્ય લોકો દોડીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.