શોધખોળ કરો
સુરત એરપોર્ટની અંદર માતાજીની પૂજાને લઈને થયો હોબાળો, લોકો રમ્યા ગરબા
1/4

ભક્તોની રજૂઆત સાંભળ્યા બાદ ડાયરેક્ટર દિલીપે એરપોર્ટ પોલીસ પીઆઈ એમ. આર. નકુમ પાસે મોકલી આપ્યા હતા. જેમણે આ ભક્તોની રજૂઆત સાંભળ્યા બાદ પણ તેમને પ્રવેશ આપ્યો ના હતો. અંતે ભક્તોએ ધારાસભ્ય અને સાંસદોને પોતાની રજૂઆત કરી હતી. પરંતુ તેમણે પણ આ વાતને માની ન હતી. જેને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને અરપોર્ટ બહાર જ ગરબા લઈને વિરોધ નોંધાવ્યો હતો.
2/4

સુરત એરપોર્ટના સિક્યુરિટી ઝોનમાં પૌરાણિક લાલબાઇ માતાજીનું અને ચીઠળદેવીનું મંદિર આવેલું છે. જેમાં શારદીય નવરાત્રિના આસો સુદ અષ્ટમીના જ દિવસે ભીમપોર સહિતના ગામનો ભક્તો લાલબાઇના મંદિરે ચૂંદડી ચડાવી પૂજા અર્ચના કરવા જાય છે. દરમિયાન આ વર્ષે પણ 50થી 60 જેટલા ભક્તો માતાજીને ચૂંદડી ચડીવીને પૂજા અર્ચના કરવા માટે ગયા હતા. પરંતુ સુરત એરપોર્ટ પોલીસે તેમને પ્રવેશ આપ્યો ન હતો. જેને કારણે ભક્તો સીધા એરપોર્ટ ડાયરેક્ટર દિલીપ સંજનાની પાસે ગયા હતા. જ્યાં ભક્તોએ રજૂઆત કરી હતી કે, સાહેબ અમે આંતકવાદી નથી. અમે માતાજીના દર્શન કરવા માટે જઇએ છીએ. આ મંદિર અમારી ગામની જમીન પર આવેલું છે. અમે દર વર્ષે આ મંદિરમાં પૂજા કરવા માટે આવીએ છીએ અને તે પણ વર્ષમાં એક જ વાર.
Published at : 29 Sep 2017 03:11 PM (IST)
View More























