પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે સુરતમાં સ્થિત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર ફાયરિંગ થયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે પ્લેટફોર્મ નંબર એક પર ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ થયું છે, જેમાં એક યુવક ઘાયલ થયો છે. અંગત અદાવતમાં ટાઈગર નામના શખ્સે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
2/3
સુરત: સુરતના રેલ્વે સ્ટેશન પર ફાયરિંગની ઘટના સામે આવી છે. સુરતના રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં એક યુવકને હાથમાં ગોળી વાગતા સ્વિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
3/3
પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ફાયરિંગ કરનાર શખ્સનું નામ સરફરાઝ ઉર્ફે ટાઇગર છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ટાઇગર અને ઘાયલ વ્યક્તિ યુસુફ બંને સુરતના લિંબાયત વિસ્તારમાં રહે છે. બંને વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને એક જ ટ્રેનમાં આવ્યા હતા. જો કે હાલ સમગ્ર ઘટના અંગે રેલવે પોલીસ અને શહેર પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી છે.