પરણિતાને પિયરે મળવા કે ફોન કરવા દેવામાં આવતો ન હતો. તેણીને મારજુડ કરવામાં આવતી હતી. પરણિતાના લગ્ન થયાને 17 વર્ષ થવા છતાં પતિ સતીષ પત્નીના ચારિત્ર ઉપર શંકા કરીને તેણીને મારજુડ કરતો હતો.
2/7
પરણિતાના પિતા વિરેન્દ્ર મુનીલાલ ગુપ્તાએ જમાઈ સતીષ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પતિ સતીષે બળજબરીપૂર્વક સુસાઈડ નોટ લખાવી છે, હકીકતમાં પતિ સતિષ મારી દીકરી પાસે દહેજ પેટે રૂપિયા 15 લાખની માંગણી કરી રહ્યો હતો. આ પહેલા પણ 10 ઓગસ્ટના રોજ પણ મારી દીકરીને માર મારીને લખાણ કરાવ્યું હતું.
3/7
પરણિતા પર ઘણાં વર્ષો ત્રાસ આપતાં તેણી પતિથી કંટાળી જઈને પરણિતા સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કાકાના ઘરે જતી રહી હતી, ત્યાર બાદ જોનપુર યુપીથી આવીને તેના પિતાએ સમજાવીને રક્ષાબંધન પછી સાસરે મોકલી આપી હતી, પરંતુ પતિ સતીષે ફરિવાર ત્રાસ આપતાં અંતે પરણિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
4/7
પાંડેસરા પોલીસના જણાવ્યા પ્રમાણે, ભેસ્તારનની આદર્શનગર સોસાયટીમાં રહેતા સતીષ હરિરામ ગુપ્તા પાંડેસરાની ભૈરવનગર સોસાયટીમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવે છે. પત્ની, બે પુત્રી અને એક પુત્ર સહિતના પરિવારજનો સાથે વસવાટ કરે છે. આ દરમિયાન 3 સપ્ટેમ્બરના રોજ બપોરે પરિણીતા પંખા સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી શકી હતી.
5/7
આ પગલે પાંડેસરા પીએસઆઈ એચ.આર.સાઠેએ ઘટના સ્થળે આવીને તપાસ કરતાં તેણીના મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે મારા જેઠ મારી સાથે અનૈતિક સંબંધ બાંધીને મારું શારીરિક શોષણ કરતાં હતાં. જેના કારણે કંટાળી જઈને અંતિમ પગલું ભરી રહી છું.
6/7
પિયર પક્ષે પરણિતાના મોત અંગે જવાબદાર પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. આ ઉપરાંત પતિ સતિષની અટક નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરે એવી માંગણી કરી હતી, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સતીષ હરિરામ ગુપ્તાની અટક કરી હતી.
7/7
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભૈરવનગર ખાતે અનાજ કરિયાણાના વેપારીએ પત્નીને પિયરેથી રૂપિયા 15 લાખની રકમ દહેજ પેટે લઈ આવ નહીં તો જેઠ સાથેના અનૈતિક સંબંધો સમાજમાં જાહેર કરી દેવાની ધમકી આપી હતી. પતિની ધમકીથી કંટાળી જઈને પરણિતાએ ગળે ફાંસો ખાઈને જીવતર ટુંકાવી દીધું હતું. પરિણાએ આપઘાત કરતાં તેણીના પિતાએ જમાઈ વિરુદ્ધ દુષ્પ્રેણા આપવા અંગે ફરિયાદ નોંધાવી છે.