અગાઉ 18 ઓગસ્ટે એક દિવસીય ઉપવાસ આંદોલન દરમિયાન હાર્દિક અને અલ્પેશ કથિરીયાની ધરપકડ દરમિયાન વરાછા વિસ્તારમાં બીઆરટીએસની બસ સળગાવાઈ હતી. ત્યારે પાસના કાર્યકરોના કોડવર્ડને પોલીસ ઉકેલી શકી નહોતી અને હિંસા થઈ હતી.
2/4
હાલ સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને. પાટીદાર અનામત આંદોલનને લઈને સુરતનો વરાછા વિસ્તાર હંમશાં ભારે ચર્ચામાં રહ્યો છે.
3/4
આંદોલનના એપી સેન્ટર ગણાતા સુરતના વરાછામાં હાર્દિક પટેલના ઉપવાસને લઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વરાછા, કાપોદ્રા, સરથાણા, મોટા વરાછા, કતારગામ સહિતના પાટીદારના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
4/4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ આજે બપોર બાદ 3 વાગ્યે આમરણાંત ઉપવાસ પર ઉતરવાનો છે. હાર્દિક પટેલ ભાડાના ફાર્મ હાઉસ પર ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી રહ્યા છે.