હાર્દિક પટેલે એક વખત નિવેદન કર્યુ હતું કે વિઠ્ઠલભાઈએ સમાજ સાથે ગદ્દારી કરવાની જરૂર નથી. તો સામે જવાબ આપતા વિઠ્ઠલભાઇએ આક્રોશ આવીને હાર્દિકનું માનસિક સમતોલન ઠેકાણે નથી તેવું કહી તેને પાગલ કહીને સંબોધ્યો હતો. જોકે ગઇકાલે તેનાથી વિપરીત હાર્દિક અને રાદડિયા એકબીજાને ભેટી પડ્યા હતા. બંનેએ હસતાં મોંઢે એક ખાટલા પર બેસીને ચર્ચા કરી હતી. બંનેએ એકબીજા માટે કહેલા કડવા નિવેદનો અને શબ્દો પાછા ખેંચી સમાધાન કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
3/3
રાજકોટ: નવ મહિના સુધી જેલમાં રહ્યા બાદ પાટીદાર આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ જેલમાંથી છૂટ્યા બાદ હાલમાં વિરમગામ પોતાના ઘરે પહોંચ્યો છે. પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાર્દિક પટેલ અને ભાજપના નેતા વિઠ્ઠલ રાદડિયા વચ્ચે સુરતના કામરેજના એક ફાર્મહાઉસમાં બંધબારણે એક કલાક બેઠક થતાં અનેક તર્કવિતર્કો વહેતા થયા છે. આંદોલન દરમિયાન સરકાર અને પાટીદાર નેતાઓ વચ્ચે સરકારે મધ્યસ્થીની જવાબદારી વિઠ્ઠલ રાદડિયાને સોંપી હતી પરંતુ અનેક પ્રયાસો છતાં રાદડિયા કોઇ સમાધાન કરાવી શક્યા નહોતા. વાત એટલે સુધી વણસી હતી કે બાદમાં હાર્દિક અને રાદડિયાનો સામસામે નિવેદનો કરવા લાગ્યા હતા.