રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવસના સમયે એપ્રિલ-મેમાં હોય તેવા ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 39, અમરેલીમાં 38 અને ભૂજમાં સૌથી વધુ 40.6 સે. નોંધાયું છે.
2/5
ઉપરોક્ત સાયક્લોનિક સર્ક્યુલેશન ડીપ્રેસનમાં ફેરવાય તેવા સંજોગો છે. બીજી તરફ સુરતથી વેરાવળ વચ્ચેની પટ્ટી સુધી ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી હતી. પરંતુ આ સિસ્ટમની અસર રૂપે શનિવારથી સોમવાર સુધી ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ વર્ષે વરસાદ ઓછો વરસ્યો છે.
3/5
રાજકોટ: સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ત્રણ દિવસ પહેલા જ નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થયાનું હવામાન ખાતાએ જાહેર કરી દીધું હતું અને હાલ સૂકુ અને ગરમ હવામાન છે.
4/5
પોરબંદર અધિક કલેકટરે જરૂરી સુચના જારી કરી છે કે, દક્ષિણ પૂર્વ અને મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશરની શક્યતા અન્વયે માછીમારોને એ વિસ્તારમાં દરિયો નહીં ખેડવા તાકિક કરાઈ છે.
5/5
આ દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદ લાવતી સિસ્ટમ સર્જાતા અને તે ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરે તેમ હોય આ સહિતના અન્ય સંજોગો અન્વયે હવામાન ખાતાએ તારીખ ૬થી આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.