શોધખોળ કરો
સુરતના ઓવરબ્રિજ પર લક્ઝુરિયસ કાર હવામાં ફંગોળાઈ પછી શું થયું, જાણો વિગત
1/4

કાપોદ્રા વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી દાદરા નગર હવેલી પાસિંગની જેગુઆર કાર હવામાં 10 ફૂટ ઉંચે ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે ઓવરબ્રિજ વચ્ચે પહોંચતા જ કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આશરે દોઢ ફૂટ ઊંચા ડિવાઈડરને કુદી કાર સામેના રોડ પર પહોંચી હતી.
2/4

બાઈકને કારે બ્રિજ પરથી 50 ફૂટ સુધી ઘસડી હતી. સફાઈ કર્મી પોતાનો જીવ બચાવવા બ્રિજની રેલીંગ કુદી ભાગી ગયો હતો પરંતુ તેની બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે, કારની એરબેગ ખુલી જતા કાર ચાલકનો જીવ બચી ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કાપોદ્રા પોલીસે કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 12 Oct 2018 10:35 AM (IST)
Tags :
Surat PoliceView More





















